રાણાવાવ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘નમો સેવા અન કહી કહાનીઓ – શેરી નાટક’ કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન–2026’ અંતર્ગત ‘નમો સેવા અનકહી કહાનીઓ – શેરી નાટક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણાવાવના આશાપુરા ચોક તથા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે યોજ
રાણાવાવ  ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘નમો    સેવા  અન કહી કહાનીઓ – શેરી નાટક’ કાર્યક્રમ યોજાયો.


રાણાવાવ  ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘નમો    સેવા  અન કહી કહાનીઓ – શેરી નાટક’ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ ખાતે ‘સેવા

સંકલ્પ અભિયાન–2026’ અંતર્ગત ‘નમો સેવા અનકહી કહાનીઓ – શેરી

નાટક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાણાવાવના આશાપુરા ચોક તથા એસ.ટી.

બસ સ્ટેન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ શેરી નાટક કાર્યક્રમ દરમિયાન છેલ્લા 25 વર્ષ દરમિયાન થયેલા વિવિધ જનસેવા

કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના

વિકાસમાં આવેલા પરિવર્તનોને સરળ, રસપ્રદ, ભાવનાત્મક અને સંગીતમય શેરી નાટકના

માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા. નાટક દ્વારા વિવિધ લોક કલ્યાણલક્ષી પહેલો યોજનાઓ

અને વિકાસ કાર્યોની માહિતી લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આવી હતી.

સર્જનાત્મક અને લોકભોગ્ય માધ્યમ એવા

શેરી નાટક દ્વારા જનસેવા તથા જનકલ્યાણના કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો આ

કાર્યક્રમ ઉપસ્થિત નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી કિરીટભાઈ બાપોદરા, જિલ્લા ભાજપ મંત્રી નિકિતાબેન ટેવાણી, શહેર મહામંત્રી કૌશિકભાઈ

વ્યાસ, જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ નાથાભાઈ ગાધેર, જિલ્લા ભાજપ અગ્રણી ભોજાભાઈ જાદવ, શહેર યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ નાંઢા, યુવા ભાજપ મહામંત્રી કરણભાઈ

મોરી તથા ‘નમો સેવા ગાથા’ કાર્યક્રમના ઇન્ચાર્જ દુષ્યંતભાઈ મહેતા સહિત આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો

ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande