પોરબદર જિલ્લાના ગામડાઓમાં ગ્રામપંચાયતોના જન્મ રેકોર્ડની ગૂંચવણ!
પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના ગામડાઓની અનેક ગ્રામ પંચાયતોમાં વર્ષો અગાઉ નોંધાયેલા જન્મના રેકોર્ડ અને હાલના ઓનલાઈન રેકોર્ડ વચ્ચેની ગૂંચવણ અરજદારો માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાની રજૂઆતો સામે આવી રહી છે. ગ્રામપંચ
પોરબદર જિલ્લાના ગામડાઓમાં ગ્રામપંચાયતોના જન્મ રેકોર્ડની ગૂંચવણ!


પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર

જિલ્લાના ગામડાઓની અનેક ગ્રામ

પંચાયતોમાં વર્ષો અગાઉ નોંધાયેલા જન્મના રેકોર્ડ અને હાલના ઓનલાઈન રેકોર્ડ વચ્ચેની ગૂંચવણ અરજદારો માટે મુશ્કેલીનું કારણ બની રહી હોવાની રજૂઆતો સામે આવી રહી છે. ગ્રામપંચાયત દ્વારા વર્ષો અગાઉ જારી

કરાયેલું અસલ જન્મ પ્રમાણપત્ર અરજદાર પાસે હોવા છતાં હાલ બારકોડ વાળું ઓનલાઈન પ્રમાણપત્ર મેળવવા જતાં સંબંધિત જૂના રજીસ્ટરમાં નોંધ મળતી ન હોવાનું જણાવવામાં આવતું હોવાના કિસ્સાઓ ચર્ચામાં આવ્યા છે. ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે જવા ઇચ્છતા યુવાનો, પાસપોર્ટ સહિતની પ્રક્રિયા અને અન્ય સરકારી કામગીરીમાં જન્મ

પ્રમાણપત્ર જરૂરી બનતું હોવાથી આવી વિસંગતતાને કારણે અરજદારોને મુશ્કેલી પડી રહી હોવાની ચર્ચા છે. સમયસર પ્રમાણપત્રન મળવાથી મહત્વની પ્રક્રિયામાં વિલંબ થવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.ગ્રામપંચાયતોમાં જૂના જન્મ-મરણ રજીસ્ટર અંગે અરજદારોને સંબંધિત સમયના ચોપડા તૂટી-ફાટી ગયા હોવા, રેકોર્ડ ઉપલબ્ધ ન હોવા અથવા વાવાઝોડા, ભારેવરસાદ સહિતની કુદરતી આફતોમાં રેકોર્ડ ગાયબ કે પલળી ગયા હોવા સહિતના અનેક જવાબો મળતા હોવાની રજૂઆતો છે. બીજી તરફ એ જ સમયગાળામાં ગ્રામપંચાયત દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલું અસલ જન્મ પ્રમાણપત્ર અરજદાર પાસે હોય ત્યારે મૂળ રજીસ્ટરની નોંધ

ક્યાં ગઈ અને તેની જવાબદારી કોની? તેવા સવાલો ઉઠી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande