






પોરબંદર, 24 સપ્ટેમ્બર (હિ.સ.)સેવા સંકલ્પ અભિયાન અન્વયે પોરબંદર
જિલ્લામાં સેવા સેતુના બીજા તબક્કાનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત
અમરદડ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આદિતપરા અને પીપળીયા ગામના નાગરિકોએ
તેમજ મૂળ માધવપુર ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં માધવપુર અને મૂળમાધવપુર
ગામના નાગરિકોએ ઉપસ્થિત રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો
હતો.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના સરકાર
આપના દ્વારે ના અભિગમને સાકાર કરતા સેવા સેતુ કાર્યક્રમો દ્વારા વિવિધ સરકારી
વિભાગોની સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને તેમના ઘરઆંગણે, નજીકના સ્થળે અને બધી સેવાઓનો લાભ એક જ
સ્થળેથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પરિણામે નાગરિકોને સરકારી
કચેરીઓના વારંવાર ધક્કા ખાવાની જરૂરિયાત ઘટી છે અને સમય તથા નાણાંની બચત સાથે
સરકારી સેવાઓ સરળતાથી અને પારદર્શક રીતે ઉપલબ્ધ થઈ રહી છે.
સેવા સેતુના માધ્યમથી નાગરિકોને વિવિધ
યોજનાઓ અંગેની માહિતી, જરૂરી માર્ગદર્શન તથા સેવાઓનો લાભ સ્થળ
પર જ મળી રહેતા નાગરિકો માટે સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, સુગમ અને ઝડપી બની છે. મૂળમાધવપુર અને
અમરદડ ખાતેના સેવાસેતુ કાર્યકમમાં
સમાવિષ્ટ ગામોના નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો
લાભ લીધો હતો.આ
સેવાસેતુ કાર્યકમમાં શુભારંભ પ્રસંગે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ,સરપંચઓ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya