રોજ નવો વેશ, 200 કિમીની પદયાત્રા: સુવાળાના 40 મિત્રો ‘જય અંબે’ના નાદ સાથે અંબાજી તરફ
મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી માતાજીના દર્શન માટે સુવાળા વિસ્તારના 40 મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી અનોખી રીતે 200 કિમીથી વધુની પદયાત્રા કરી રહ્યા છે. ‘જય અંબે’ના નાદ સાથે આગળ વધતા આ મિત્રોની પદયાત્રાની ખાસિયત તેમની રોજ બદલાતી વેશભૂષા છે. દરરો
રોજ નવો વેશ, 200 કિમીની પદયાત્રા: સુવાળાના 40 મિત્રો ‘જય અંબે’ના નાદ સાથે અંબાજી તરફ


મહેસાણા, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : અંબાજી માતાજીના દર્શન માટે સુવાળા વિસ્તારના 40 મિત્રો છેલ્લા ત્રણ વર્ષથી અનોખી રીતે 200 કિમીથી વધુની પદયાત્રા કરી રહ્યા છે. ‘જય અંબે’ના નાદ સાથે આગળ વધતા આ મિત્રોની પદયાત્રાની ખાસિયત તેમની રોજ બદલાતી વેશભૂષા છે. દરરોજ અલગ પાત્રનો વેશ ધારણ કરી તેઓ રસ્તામાં અન્ય પદયાત્રીઓ અને લોકોનું મનોરંજન કરે છે.

ક્યારેક કોઈ મિત્ર રાજાના વેશમાં તો ક્યારેક ભીલ કે લૂંટારાના પાત્રમાં જોવા મળે છે. વેશભૂષા માત્ર ફોટા પડાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ મિત્રો રસ્તામાં લોકો સાથે હળવી મજાક-મસ્તી કરીને યાત્રામાં આનંદનું વાતાવરણ જાળવે છે. લાંબા અંતરની પદયાત્રામાં થાક અને ગરમી વચ્ચે પણ આ મોજમસ્તીથી મિત્રોનો ઉત્સાહ જળવાઈ રહે છે.

મિત્રો એકબીજાનો સાથ આપીને 200 કિમીથી વધુનું અંતર કાપે છે. તેમનું કહેવું છે કે વેશભૂષા પાછળ દેખાડો કરવાનો હેતુ નથી, પરંતુ યાત્રા દરમિયાન ખુશીનું વાતાવરણ રહે અને અન્ય પદયાત્રીઓના ચહેરા પર સ્મિત આવે તે મુખ્ય ઉદ્દેશ છે.

આ મિત્રો માતાજી પાસે પોતાના માટે કોઈ વિશેષ માંગણી કરવાને બદલે મિત્રો વચ્ચે એકતા, પ્રેમ અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરે છે. આગામી બે-ત્રણ વર્ષમાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ કરવાની તેમજ ભવિષ્યમાં 40થી વધુ સભ્યોનો મોટો પદયાત્રા સંઘ તૈયાર કરવાની પણ તેમની ઈચ્છા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande