રેવામાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯ની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ
ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના રેવા ગામ ખાતે આવેલી શ્રી સરકારી માધ્યમિક શાળામાં ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન
નિષ્લુક સાયકલ વિતરણ


ભાવનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર જિલ્લાના રેવા ગામ ખાતે આવેલી શ્રી સરકારી માધ્યમિક શાળામાં ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તેમજ શાળાએ આવવા-જવામાં સરળતા રહે તે હેતુથી યોજનાના લાભરૂપે સાયકલો આપવામાં આવી હતી.

સાયકલ વિતરણ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને સાયકલો અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષકોએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ દીકરીઓના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતા માટેનું મહત્વનું માધ્યમ છે. સરકારની વિવિધ યોજનાઓના કારણે દીકરીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળી રહ્યું છે.

શાળાના આચાર્ય તથા શિક્ષકગણે વિદ્યાર્થીનીઓને અભ્યાસમાં નિયમિતતા જાળવવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા તેમજ સાયકલનો ઉપયોગ કરતી વખતે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. શાળાએ આવવા-જવા માટે વાહનવ્યવહારની મુશ્કેલી અનુભવતી વિદ્યાર્થીનીઓ માટે સાયકલ ઉપયોગી સાબિત થશે અને તેમની શાળામાં નિયમિત હાજરી જાળવવામાં પણ મદદરૂપ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande