કોળિયાક ખાતે દરિયાકિનારાની સફાઈ કરી સ્વચ્છ પ્રવાસન સ્થળનો સંદેશ અપાયો
ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)વિશ્વ પર્યાવરણ દિવસ તથા ‘સ્વચ્છ પ્રવાસન સ્થળ’ના સંદેશને સાર્થક કરવા ભાવનગર તાલુકાના કોળિયાક ગામે ધાવડી માતાના મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર સુધીના આશરે ૧.૫ કિ.મી. લાંબા દરિયાકિનારે સફાઈ અભિયાન યોજાયું હતું. કેરેસિલ કંપન
દરિયાકિનારે સદાઈ કરવામાં આવી


ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)વિશ્વ પર્યાવરણ દિવસ તથા ‘સ્વચ્છ પ્રવાસન સ્થળ’ના સંદેશને સાર્થક કરવા ભાવનગર તાલુકાના કોળિયાક ગામે ધાવડી માતાના મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર સુધીના આશરે ૧.૫ કિ.મી. લાંબા દરિયાકિનારે સફાઈ અભિયાન યોજાયું હતું.

કેરેસિલ કંપની દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત યોજાયેલા આ અભિયાનમાં કંપનીના કર્મચારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સફાઈ કામગીરી દરમિયાન દરિયાકિનારેથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્રિત કરી ટ્રેક્ટર મારફતે યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગણપતિ વિસર્જન દરમિયાન દરિયાકિનારે આવેલી તેમજ ખંડિત મૂર્તિઓને પણ એકત્રિત કરવામાં આવી હતી. ધાર્મિક વિધિ સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી આ મૂર્તિઓનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સફાઈ અભિયાનમાં તાલુકા પંચાયત કચેરી, વળાવડ કન્યા શાળા, પ્રાથમિક શાળા નવાગામ, ગ્રામ પંચાયત કોળિયાક, સ્વચ્છ ભારત મિશન, IRD સ્ટાફ તથા વન વિભાગના સંયુક્ત સહયોગથી કામગીરી કરવામાં આવી હતી.

અભિયાન દરમિયાન દરિયાકિનારા, ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોને સ્વચ્છ રાખવા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ વિભાગો અને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી કોળિયાકના દરિયાકિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ હતી.

સફાઈ અભિયાનમાં વિસ્તરણ અધિકારી વિપુલકુમાર પંડયા, જગતપ્રકાશ જાની, ટેક્નિકલ આસિસ્ટન્ટ હરપાલસિંહ ગોહિલ, ક્લસ્ટર કો-ઓર્ડિનેટર આર.આર. વાળા, સરપંચ જગદીશભાઈ સોલંકી, પંચાયત સભ્યો, તલાટી કમ મંત્રી કે.જી. વાઘેલા, ફોરેસ્ટર આર.એલ. સરવૈયા, વનરક્ષક ક્રિષ્ના કે. પંડયા સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande