
ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટી.પી. સ્કીમ નં. ૩, રૂવા ખાતે કુલ ૧૦૫ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આવાસોની સ્થળ પરની કામગીરીની સમીક્ષા અને કબજા સોંપણીની પ્રક્રિયાને લઈને આજે સંયુક્ત સ્થળ મુલાકાત યોજાઈ હતી.
સ્થળ મુલાકાત દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કમિશનર, સભ્યો, અધિકારીઓ, વર્ક એજન્સી તથા પી.એમ.સી.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન આવાસ યોજનાના સ્થળ પર ચાલી રહેલી તથા પૂર્ણ થયેલી કામગીરીની વિગતો અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.
આવાસોના લાભાર્થીઓને કબજો સોંપવાની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે સ્થળ પર જરૂરી કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. આવાસ પરિસરમાં જરૂરી સુવિધાઓ, માળખાકીય કામગીરી તેમજ કબજા સોંપણી પૂર્વે કરવાની કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે સંબંધિત એજન્સી અને અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આ ૧૦૫ આવાસો જરૂરિયાતમંદ પરિવારોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. સ્થળ મુલાકાત દરમિયાન આવાસોની સ્થિતિ, આસપાસના વિસ્તારની વ્યવસ્થા તથા લાભાર્થીઓને કબજો સોંપતા પહેલાં જરૂરી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે અને કબજા સોંપણીની કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓ અને વર્ક એજન્સીને સ્થળ પરની બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA