ધાર પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા, રૂ.11,900નો મુદ્દામાલ કબજે
ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર શહેરના ખેડુતવાસ વિસ્તારમાં મેલડીમાની ધાર નજીક જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાના પાનાં વડે હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપત્તાન
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ


ભાવનગર, 28 સપ્ટેમ્બર (હિ.સ.)ભાવનગર શહેરના ખેડુતવાસ વિસ્તારમાં મેલડીમાની ધાર નજીક જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપત્તાના પાનાં વડે હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપત્તાના પાનાં મળી કુલ રૂ.11,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખેડુતવાસ વિસ્તારમાં મેલડીમાની ધાર, મફતનગર ખાતે રામાપીરના મંદિર પાછળ આવેલી જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપત્તાના પાનાં વડે પૈસાની હાર-જીતનો હાથકાંપનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન જુગાર રમતા ત્રણ ઇસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે કેટલાક ઇસમો સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું પોલીસની ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાનાં, જેની કિંમત રૂ.0 ગણવામાં આવી છે, તેમજ રોકડ રૂ.11,900 કબજે કરી હતી. આમ કુલ રૂ.11,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસે ઝડપાયેલા ઇસમો સામે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમો હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓમાં સુનીલ ઉર્ફે ઢેરી અરવિંદભાઇ મેર (ઉં.વ.34), ગૌતમ નાનજીભાઇ બોરીચા (ઉં.વ.36) અને વિજયભાઇ રાજેશભાઇ મકવાણા (ઉં.વ.30)નો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા નાસી ગયેલા અન્ય ઇસમોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande