પોરબંદર પી.જી.વી.સી.એલ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ યોજાઇ.
પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વીજ લોસ ઘટાડવા અને લાંબા સમય થી બાકી વીજ બિલની વસૂલાત માટે PGVCL દ્વારા આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ PGVCLની 154 ટીમો જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વીજ કનેક્શન ત
પોરબંદર પી. જી. વી. સી. એલ  દ્વારા  મેગા  ડિસ્કનેક્શન  ડ્રાઇવ  યોજાઇ.


પોરબંદર પી. જી. વી. સી. એલ  દ્વારા  મેગા  ડિસ્કનેક્શન  ડ્રાઇવ  યોજાઇ.


પોરબંદર પી. જી. વી. સી. એલ  દ્વારા  મેગા  ડિસ્કનેક્શન  ડ્રાઇવ  યોજાઇ.


પોરબંદર પી. જી. વી. સી. એલ  દ્વારા  મેગા  ડિસ્કનેક્શન  ડ્રાઇવ  યોજાઇ.


પોરબંદર પી. જી. વી. સી. એલ  દ્વારા  મેગા  ડિસ્કનેક્શન  ડ્રાઇવ  યોજાઇ.


પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વીજ લોસ ઘટાડવા અને લાંબા સમય થી બાકી વીજ બિલની વસૂલાત માટે PGVCL દ્વારા આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ PGVCLની 154 ટીમો જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વીજ કનેક્શન તપાસવા અને બાકીદારો સામે ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવા મેદાને ઉતરી છે. PGVCLના અધિક્ષક ઇજનેર ભરત પટેલના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લામાં વીજ ગ્રાહકો પાસેથી અંદાજે રૂ.32 કરોડનું વીજ લેણું બાકી છે. બાકી વીજ બિલની વસૂલાત માટે સમયાંતરે આવી મેગા ડ્રાઇવ યોજવામાં આવે છે.આજની ડ્રાઇવ દરમિયાન રૂ.4 કરોડની બાકી રકમ વસૂલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કુલ 3,900 જેટલા બાકી વીજ કનેક્શનને ધ્યાને રાખીને 154 ટીમો દ્વારા સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.લાંબા સમયથી વીજ બિલબાકી હોય તેવા ગ્રાહકો, રૂ.5 હજારથી વધુ

રકમ બાકી હોય તેવા ગ્રાહકો તેમજ સતત ત્રણ બિલ બાકી હોય તેવા ગ્રાહકો સામે મુખ્યત્વે કાર્યવાહી કરવામાં આવી રહી છે. PGVCL દ્વારા બાકીદારોને અપીલ કરવામાં આવી છે કે લાંબા સમયથી બાકી રહેલા વીજ બિલની રકમ તાત્કાલિક ભરપાઈ કરી કનેક્શન કપાવાની કાર્યવાહીથી બચવું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande