વાલિયા ખાતે શ્રી ગણેશ સુગર વટારિયા દ્વારા ખેડૂત ચિંતન અને મનન શિબિર યોજાઈ
ખાંડ નિયામક ગાંધીનગર અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચની વિશેષ ઉપસ્થિતિ શિબિરનો હેતુ સુગરને શેરડીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળે અને ખેડૂતોની સાથે સંસ્થાનું હિત જળવાઈ સરકારની સુગર ફેક્ટરીઓ માટેની સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા
વાલિયા ખાતે શ્રી ગણેશ સુગર વટારિયા દ્વારા ખેડૂત ચિંતન અને મનન શિબિર યોજાય


વાલિયા ખાતે શ્રી ગણેશ સુગર વટારિયા દ્વારા ખેડૂત ચિંતન અને મનન શિબિર યોજાય


વાલિયા ખાતે શ્રી ગણેશ સુગર વટારિયા દ્વારા ખેડૂત ચિંતન અને મનન શિબિર યોજાય


વાલિયા ખાતે શ્રી ગણેશ સુગર વટારિયા દ્વારા ખેડૂત ચિંતન અને મનન શિબિર યોજાય


વાલિયા ખાતે શ્રી ગણેશ સુગર વટારિયા દ્વારા ખેડૂત ચિંતન અને મનન શિબિર યોજાય


ખાંડ નિયામક ગાંધીનગર અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચની વિશેષ ઉપસ્થિતિ

શિબિરનો હેતુ સુગરને શેરડીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળે અને ખેડૂતોની સાથે સંસ્થાનું હિત જળવાઈ

સરકારની સુગર ફેક્ટરીઓ માટેની સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા

ભરૂચ 29 સપ્ટેમ્બર (હિ.સ.)

વાલિયા તાલુકાની શ્રી ગણેશ સુગર વટારિયા દ્વારા ખાંડ નિયામક ગાંધીનગર અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ભરૂચની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂત ચિંતન શિબિર યોજાઈ

વાલિયા તાલુકાની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર વટારિયા દ્વારા આજરોજ વાલિયા ખાતે શ્રી રંગ નવચેતન મહિલા કોલેજ ખાતે સુનિલકુમાર ચૌધરી ખાંડ નિયામક ગાંધીનગર અને પરેશકુમાર કણકોટિયા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ,ભરૂચની વિશેષ ઉપસ્થિતિમાં ખેડૂત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિબિરમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ ગણેશ સુગરને શેરડીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં મળે અને ખેડૂતોની સાથે સંસ્થાનું હિત જળવાઈ એમ હતો. દક્ષિણ ગુજરાતની ફેક્ટરીઓને હાલ શેરડીના પુરવઠાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખેડૂતો ખૂબ જ મોટા પ્રમાણમાં સંસ્થા સાથે જોડાઈને ગણેશ સુગરને શેરડી પૂરી પાડે એવી વિનંતી સહકાર આપવા માટે કરવામાં આવી હતી.

ડિરેક્ટરોએ સંસ્થાની પરિસ્થિતિનો અને કસ્ટોડિયન કમિટીનીનો પારદર્શક વહીવટનો ચિતાર રજૂ કર્યો હતો.

ખાંડ નિયામક સુનિલકુમાર ચૌધરી અને જિલ્લા રજીસ્ટ્રાર પરેશકુમાર કણકોટીયાએ સભાસદ ખેડૂતોને ગણેશ સુગરને વધુમાં વધુ શેરડીનો પુરવઠો પૂરો પાડવા અનુરોધ કર્યો હતો અને સરકાર તરફથી સંસ્થા હિતમાં બનતી મદદ કરવા માટે ખાત્રી આપી હતી. વધુમાં તેઓએ સરકારની સુગર ફેક્ટરીઓ માટેની સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા અને સુગર ફેક્ટરીઓને પણ સરકારની યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યું હતું અને સુગર ફેક્ટરીઓને જીવંત રાખવા માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ એવી લાગણી વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, વાઇસ ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા, ડિરેક્ટર નિપુલ પટેલ, ધર્મેન્દ્રસિંહ પરમાર, મહેન્દ્ર વસાવા, ચંદન વસાવા, મુકેશ પટેલ, સંસ્થાના માજી ડિરેક્ટરો, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર અમરસિંહ રણા સહિત અધિકારી કર્મચારી ગણ, ખેડૂત આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande