ઉમરપાડાની ચોખાવાડા પ્રા.શાળા ખાતે યોજાયેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમ અંતર્ગત 800થી વધુ લાભાર્થીઓ લાભાન્વિત
સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.): રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓનો લાભ આપવાના હેતુથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ચોખાવાડા પ્રા.શાળા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉમરપાડા તાલુક
Seva Setu' program held


સુરત, 29 સપ્ટેમ્બર (હિ.સ.): રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ ગ્રામીણ વિસ્તારના નાગરિકોને ઘરઆંગણે જ વિવિધ યોજનાઓનો લાભ આપવાના હેતુથી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની ચોખાવાડા પ્રા.શાળા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉમરપાડા તાલુકાના આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં 800થી વધુ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. જેમાં હેલ્થ વેલનેસ કાર્ડ હેઠળ 228, પી.એમ. સૂર્ય ઘર યોજના હેઠળ 140, મિશન બલમસુખમ્ હેઠળ 115, પી.એમ.જે.વાય. હેઠળ 70, જ્ઞાતિ પ્રમાણપત્રના 54, પી.એમ. કિસાન સન્માન નિધિના 52, ડીવર્મિંગના 47, આવકના દાખલાના 37, આધાર કાર્ડ સુધારાના 30, પશુ રસીકરણના 28, સીનિયર સિટિઝન સર્ટિફિકેટના 22, રાશનકાર્ડ સંબંધિત કામગીરીના 20, જન્મ-મરણ પ્રમાણપત્રના 13, મંતવ્યરૂપા સહાયના 12, નિરાધાર વૃદ્ધ/દિવ્યાંગ સહાયના 10 તેમજ નમોશ્રી, લગ્ન નોંધણી અને નવા વીજ જોડાણ સહિતની સેવાઓ/યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

સ્થાનિક સરપંચશ્રીઓ અને અગ્રણીઓની હાજરીમાં યોજાયેલા આ કેમ્પમાં મળેલી 100% અરજીઓની સકારાત્મક નિકાલ કરીને નાગરિકોને કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવવામાં આવી હતી. ઉપસ્થિત અધિકારીઓએ ગ્રામજનોને વધુને વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande