રાણાવાવ વિસ્તારમાં કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝાડપાયો.
પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુનાગઢ રેન્જ પોલીસ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે પીપળીયા ગામના પાટિયા નજીક રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે
રાણાવાવ  વિસ્તારમાં  કાર માંથી ઈંગ્લીશ  દારૂનો  જથ્થો  ઝાડપાયો.


પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુનાગઢ રેન્જ પોલીસ ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે પીપળીયા ગામના પાટિયા નજીક રાજકોટ-પોરબંદર નેશનલ

હાઇવેના સર્વિસ રોડ પરથી સ્વિફ્ટ કારને અટકાવી

તપાસ કરવામાં આવી હતી. કાર માંથી પુઠાની

પેટીઓમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દેવાભાઈ જેઠાભાઈ કોડીયાતર (ઉં.વ. 28, રહે.બોખીરા, પોરબંદર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત કાર અને અન્ય

મુદ્દામાલ મળી કુલ રૂ.5,85,240નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ કાર્યવાહી બાદ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો

નોંધવામાં આવ્યો છે. કેસમાં અન્ય આરોપી તરીકે

પાછતરડી ગામ, તા. ભાણવડના ભરતભાઈ નગાભાઈ હુણનું નામ સામે આવ્યું છે, તેની સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande