





પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના
રાણાવાવ તાલુકાના અણિયારી ગામ ખાતે પર્યાવરણ સંરક્ષણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના
ઉપયોગને અટકાવવા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ટાટા
કેમિકલ્સની ટીમ સાથે વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત
સૌએ પર્યાવરણના સંરક્ષણ અને જતન માટે સત્તાવાર પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ
અણિયારી ગામની મુલાકાત લઈ કામદારોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી થતા પર્યાવરણીય
નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત
પર્યાવરણને અનુકૂળ વિકલ્પ તરીકે પુનઃઉપયોગ કરી શકાય તેવી કાપડની થેલીઓનું વિતરણ
કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા તેમજ સ્વચ્છ અને
હરિત પર્યાવરણના નિર્માણ માટે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya