

કચ્છ, 29 સપ્ટેમ્બર (હિ.સ.) : સરહદી વિસ્તારના લોકો જોડાયા: રોગોના નિદાન સાથે દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું.કચ્છના સરહદી વિસ્તારોમાં ગ્રામજનોને તેમના ઘર નજીક સમયસર અને જરૂરી આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ – ન્યૂ એનર્જી (NEI) દ્વારા સામાજિક જવાબદારીની ૫હેલ અંતર્ગત બીજો સામાન્ય આરોગ્ય તપાસ કેમ્પ તાજેતરમાં રા૫ર તાલુકાના કિડિયાનગર કુમાર પ્રાથમિક શાળા, રાપર ખાતે યોજાયો હતો. જેમાં કિડિયાનગર ઉ૫રાંત સઈ, મોટા અને નાના ટિંડલવા ઉપરાંત વાંઢીયા, વેકરા, છોટાપર, નલિયા ટિંબા, બાદલપર અને આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ જુદી જુદી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કુલ 330 દર્દીઓની વિવિઘ આરોગ્ય સમસ્યાઓનું નિદાન કરીને નિ:શુલ્ક દવા વિતરણ કરવામાં આવ્યું હતું. ઉ૫રાંત 152 ગ્રામજનોનું HB અને RBS સ્ક્રીનિંગ ૫ણ કરાયું હતું.
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજ નથવાણીના દિશાનિર્દેશ હેઠળ અંતરિયાળ ગામો અને વાંઢોમાં રહેતા લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા તેમજ નિયમિત આરોગ્ય તપાસ અને જાગૃતિ વધારવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બે જનરલ ફિઝિશિયન, બે ચામડીના રોગોના નિષ્ણાત અને બે ગાયનેકોલોજિસ્ટની તબીબી ટીમે ગ્રામજનો સાથે તબીબી પરામર્શ કરી જરૂરી માર્ગદર્શન ૫ણ આપ્યું હતું.
કેમ્પના આયોજન અને જનજાગૃતિમાં સ્થાનિક સમાજના લોકોનો સક્રિય સહયોગ રહ્યો હતો. ઉદઘાટન પ્રસંગે કિડિયાનગર ગ્રામ પંચાયતના સરપંચ સંજયકુમાર પરમાર, ઉપસરપંચ કરશન પરમાર તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ બહાદુરસિંહ પરમાર, બલવંતસિંહ પરમાર, અર્જુનભાઈ પરમાર, જોગાભાઈ રબારી, સુરાભાઈ સોલંકી, પાંચાભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનોના સહયોગથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને આોરગ્ય કેમ્પનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનો લાભ વિવિઘ ગ્રામજનોએ લીઘો હતો.
રિલાયન્સ ન્યૂ એનર્જીની આ સામાજિક સરોકારની પહેલનો ઉદ્દેશ આરોગ્ય સેવાની સુલભતા વધારવા, આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાયની ભાગીદારીને મજબૂત બનાવવાનો છે, જેમાં સ્થાનિક ગ્રામજનોનો સહકાર સાં૫ડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar