સાંતલપુરના બકુત્રા ટોલટેક્સ નજીક કોલસાની આડમાં રૂ. 8.06 લાખનો દારૂ ઝડપાયો.
પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.)બનાસકાંઠા રેન્જ પોલીસે સાંતલપુરના બકુત્રા ટોલટેક્સ નજીક ભારતમાલા હાઈવે પરથી કોલસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલું ટાટા ટ્રેલર ઝડપી પાડ્યું હતું. બાતમીના આધારે પોલીસે રાજસ્થાનથી આવતા ટ્રેલર નંબર RJ-19-GE-2513ને રોકી તપા
સાંતલપુરના બકુત્રા ટોલટેક્સ નજીક કોલસાની આડમાં રૂ. 8.06 લાખનો દારૂ ઝડપાયો.


પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.)બનાસકાંઠા રેન્જ પોલીસે સાંતલપુરના બકુત્રા ટોલટેક્સ નજીક ભારતમાલા હાઈવે પરથી કોલસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલું ટાટા ટ્રેલર ઝડપી પાડ્યું હતું. બાતમીના આધારે પોલીસે રાજસ્થાનથી આવતા ટ્રેલર નંબર RJ-19-GE-2513ને રોકી તપાસ કરી હતી. ટ્રેલરમાં ઉપરના ભાગે 32 ટન કોલસો ભરેલો હતો, જ્યારે નીચેના ટૂલબોક્સમાંથી 47 પેટીઓમાં 1,440 દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હતા. દારૂની કુલ કિંમત રૂ. 8,06,865 હોવાનું સામે આવ્યું હતું.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર મદનલાલ જગદીશકુમાર મેઘવાલની ધરપકડ કરી હતી. તપાસમાં ડ્રાઈવર પાસે દારૂ માટે કોઈપણ પ્રકારનો પરમિટ ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વિદેશી દારૂ ઉપરાંત ટાટા ટ્રેલર, 32 ટન કોલસો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 24,13,505નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસની પૂછપરછમાં ડ્રાઈવર મદનલાલ જગદીશકુમાર મેઘવાલે જણાવ્યું હતું કે દારૂ બાડમેરના મનિષકુમાર પુરા રામ જાંટ નામના શખ્સે ટ્રેલરમાં ભરાવ્યો હતો અને આ જથ્થો મોરબીના જયદીપ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. સમગ્ર મામલે સાંતલપુર પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂનો જથ્થો મોકલનાર તથા અન્ય સંડોવાયેલા શખ્સો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande