
મહેસાણા, 29 સપ્ટેમ્બર (હિ.સ.) વિજાપુર રોટરી ક્લબ દ્વારા 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાકાર અજયજીના મુખેથી ભાગવત કથાનો પ્રારંભ થયો છે. કથા દરરોજ બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી રોટરી ક્લબ હોલ ખાતે યોજાશે.
જ્ઞાનયજ્ઞના પ્રારંભ પ્રસંગે સહયજમાન પી.બી. પટેલના 56 હરદ્વાર સોસાયટી સ્થિત નિવાસસ્થાનેથી પોથીયાત્રા નીકળી હતી, જે રોટરી ક્લબ હોલ ખાતે પહોંચી હતી. આ જ્ઞાનયજ્ઞના મુખ્ય યજમાન તરીકે પિયુષભાઈ જયંતીભાઈ પટેલ (C.A.) પરિવાર જોડાયો છે.
આ આયોજનમાં કાનજીભાઈ ઈશ્વરભાઈ પટેલ (અલકા ઇન્ડસ્ટ્રીઝ), નવીનભાઈ ત્રિકમભાઈ પટેલ (મહેશ્વર સ્ટીલ), ચિરાગભાઈ દિનેશભાઈ પટેલ (ઍસ્યોર સર્જિકલ), પૂજનકુમાર જયંતીભાઈ પટેલ (મહાદેવ મેટલ), ઉમંગ પરેશભાઈ પટેલ ફુદેડા, મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી (પ્રમુખ ગ્રુપ), વિશાલકુમાર પ્રહલાદભાઈ પટેલ (મણિપુરા), જીગ્નેશકુમાર પ્રહલાદભાઈ પટેલ (આસ્થા પેટ્રોલ પંપ) અને રાજુભાઈ શંકરભાઈ પટેલ (હિરપુરા) સહિતના દાતાઓનો સહયોગ મળ્યો છે.
રોટરી ક્લબના શ્યામજીભાઈ ગોર, પીબી પટેલ, અજય જે. પટેલ, પરેશ ટી. પટેલ, પ્રિતેશ વાય. પટેલ, કે.એન. આચાર્ય, સંકેત એસ. પટેલ તથા મનોજ આર. પટેલ સહિત હોદ્દેદારો અને સભ્યો આયોજનમાં જોડાયા છે. આયોજકો દ્વારા ભાવિકોને સહપરિવાર જ્ઞાનયજ્ઞમાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR