મણિયાર રાસના ભીષ્મપિતામહ રાણાભાઈ સીડાની 6 દાયકાની સાંસ્કૃતિક સફર.
પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરની ધરતીની લોકકળા અને મહેર સમાજની શૌર્ય, ખુમારી તથા ઓજસસભર પરંપરાને દેશ વિદેશમાં ઓળખ અપાવવામાં રાણાભાઈ આલાભાઈ સીડાનું મહત્વનું યોગદાન રહ્યું છે. છાયા રાસ મંડળના સ્થાપક અને પ્રમુખ તરીકે તેમણે મણિય
મણિયાર  રાસના  ભીષ્મપિતામહ  રાણાભાઈ સીડાની  6 દાયકાની  સાંસ્કૃતિક  સફર.


મણિયાર  રાસના  ભીષ્મપિતામહ  રાણાભાઈ સીડાની  6 દાયકાની  સાંસ્કૃતિક  સફર.


મણિયાર  રાસના  ભીષ્મપિતામહ  રાણાભાઈ સીડાની  6 દાયકાની  સાંસ્કૃતિક  સફર.


મણિયાર  રાસના  ભીષ્મપિતામહ  રાણાભાઈ સીડાની  6 દાયકાની  સાંસ્કૃતિક  સફર.


મણિયાર  રાસના  ભીષ્મપિતામહ  રાણાભાઈ સીડાની  6 દાયકાની  સાંસ્કૃતિક  સફર.


મણિયાર  રાસના  ભીષ્મપિતામહ  રાણાભાઈ સીડાની  6 દાયકાની  સાંસ્કૃતિક  સફર.


પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરની ધરતીની લોકકળા અને મહેર સમાજની શૌર્ય, ખુમારી તથા ઓજસસભર પરંપરાને દેશ વિદેશમાં ઓળખ અપાવવામાં રાણાભાઈ

આલાભાઈ સીડાનું મહત્વનું યોગદાન રહ્યું છે.

છાયા રાસ મંડળના સ્થાપક અને પ્રમુખ તરીકે તેમણે મણિયાર

રાસને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો સુધી

પહોંચાડ્યો છે.જીવનના 76 મા વર્ષમાં પ્રવેશી રહેલા

રાણાભાઈ સીડાની સાંસ્કૃતિક સફર છ દાયકાથી વધુ

સમયની છે.આ સફરની શરૂઆત આશરે 59 વર્ષ પહેલાં પોરબંદરના રાજમહેલ ખાતે તત્કાલીન

વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ઉપસ્થિતિમાં થયેલી

મણિયાર રાસની પ્રસ્તુતિથી થઈ હતી. ત્યારથી મણિયાર

રાસ અને લોકસંસ્કૃતિના સંવર્ધન માટે તેમનો

સેવાયજ્ઞ સતત આગળ વધ્યો છે.રાણાભાઈ સીડાના માર્ગદર્શન હેઠળ મણિયાર

રાસ મંડળે અનેક મહત્વપૂર્ણ મંચો પર ભારતનું

પ્રતિનિધિત્વ કર્યું છે. 1982ના દિલ્હી એશિયાડના ઉદ્ઘાટન સમારોહ ઉપરાંત 1985માં ફ્રાન્સ અને સોવિયેત રશિયા તથા 1987માં રશિયામાં યોજાયેલા ભારત મહોત્સવમાં મણિયાર રાસની પ્રસ્તુતિ કરવામાં આવી

હતી.ત્યારબાદ 1995માં જાપાન, 2006માં લંડનના રોયલ આલ્બર્ટ હોલ, 2007માં દુબઈ અને 2009માં આર્જેન્ટિના ખાતે યોજાયેલા ભારત

મહોત્સવમાં પણ 12 સભ્યોના દળ સાથે મંડળે ભાગ લીધો હતો.1997ની દક્ષિણ એશિયન ફેડરેશન ગેમ્સ, 2004ની આફ્રો-એશિયન ગેમ્સ અને 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ સહિત વિવિધ રાષ્ટ્રીય

કાર્યક્રમોમાં પણ મંડળની પ્રસ્તુતિ રહી હતી.દિલ્હીમાં યોજાતી રાષ્ટ્રીય પરેડમાં

પાંચ વખત ભાગ લેવાની તક પણ મંડળને મળી હતી. 1981ની રાષ્ટ્રીય પરેડ દરમિયાન તત્કાલીન

રાષ્ટ્રપતિ નીલમસંજીવ રેડ્ડી સાથે મુલાકાતનો અવસર પણ

રાણાભાઈ સીડાને મળ્યો હતો.તેમની લોકકલા

ક્ષેત્રની કામગીરીને રાષ્ટ્રીય

સ્તરે પણ સન્માન મળ્યું છે. જ્ઞાની ઝૈલ સિંહ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલ સહિતના રાષ્ટ્રપતિઓ સાથે મુલાકાત અને

સન્માન ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા

પણ તેમનું સન્માન થયાનું જણાવાયું છે. ગુજરાત

સરકાર દ્વારા તેમને ‘ગૌરવ પુરસ્કાર’થી તથા સંસ્કાર

ભારતી દ્વારા ‘કલા ગુરુ એવોર્ડ’થી સન્માનિત કરવામાં

આવ્યા છે.રાણાભાઈ સીડાની કામગીરી માત્ર મંચ

પરની પ્રસ્તુતિઓ પૂરતી સીમિત રહી નથી.

છેલ્લા 30

વર્ષથી વધુ સમયથી પોરબંદરના કામદાર કલ્યાણ

કેન્દ્ર ખાતે બાળકો, યુવાનો અને અન્ય લોકોને મણિયાર રાસની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી રહી છે.

તેમના પ્રયાસોથી અનેક કલાકારો લોકકળા સાથે

જોડાયા છે.તેમની લાંબા સમયની સાંસ્કૃતિક સેવાની

કદરરૂપે 15 ઓગસ્ટ 2025 ના રોજ પોરબંદરમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી

દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે

તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.મણિયાર

રાસના તાલ સાથે પોરબંદરની માટીની ખુમારી અને મહેર

સમાજની સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખનાર

રાણાભાઈ સીડાની સફર લોકકળાના સંવર્ધન માટેની લાંબી અને

નોંધપાત્ર યાત્રા બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande