સિદ્ધપુર એસટી ડેપોની અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન શાનદાર કામગીરી.
પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.)અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન સિદ્ધપુર ST ડેપોએ ઉત્તમ કામગીરી કરી હતી. ડેપોએ સાત દિવસ દરમિયાન સરેરાશ 40 બસો દોડાવી કુલ રૂ. 42.44 લાખની આવક મેળવી હતી, જે નિગમના રૂ. 38.13 લાખના લક્ષ્યાંક કરતાં રૂ. 4.30 લાખ વધુ છે. ડે
સિદ્ધપુર ST ડેપોની અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન શાનદાર કામગીરી.


પાટણ, 29 સપ્ટેમ્બર (હિ.સ.)અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન સિદ્ધપુર ST ડેપોએ ઉત્તમ કામગીરી કરી હતી. ડેપોએ સાત દિવસ દરમિયાન સરેરાશ 40 બસો દોડાવી કુલ રૂ. 42.44 લાખની આવક મેળવી હતી, જે નિગમના રૂ. 38.13 લાખના લક્ષ્યાંક કરતાં રૂ. 4.30 લાખ વધુ છે.

ડેપો મેનેજર હિતેશભાઈ પટેલ સહિત પાલનપુર વિભાગીય નિયામક એમ.બી. રાવલ અને ડીટીઓ વિનુભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. મેળા દરમિયાન કુલ 1,267 ટ્રીપો કરી 1,04,327 કિલોમીટરનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ST ડેપોના ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ સ્ટાફ, કર્મચારીઓ અને યુનિયન ટીમે ભારે મહેનત કરી હતી. આ સમયગાળા દરમિયાન 50 હજારથી વધુ ભક્તોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ડેપો મેનેજરે આ સફળતાને સમગ્ર ટીમના સામૂહિક પ્રયાસનું પરિણામ ગણાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande