


પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
ખાપટ ખાતે 'ટેકનોલોજી સપ્તાહ' (Technology
Week) ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાંચ દિવસીય કાર્યક્રમ
દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો પ્રો. મિલન નંદાણીયા,પ્રો.અમીન નિનામા અને ખેતીવાડી અધિકારી
દિલિપ હડિયા દ્વારા
કુલ 266 જેટલા ખેડૂતોને ખેતીમાં આવતી અદ્યતન ટેકનોલોજી, કાર્યક્ષમ
પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી (Natural Farming)ના વિવિધ પાસાઓ
વિશે વિગતવાર માર્ગદર્શન આપી માહિતીગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન ડૉ.
એચ. સી. છોડાવાડીયા (હેડ વિઝિટિંગ ડેરી સાયન્ટિસ્ટ) ઉપસ્થિત રહીને તેમણે ખેડૂતોને
જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણના જતન માટે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા
ખાસ પ્રોત્સાહિત કર્યા હતા.
આ 'ટેકનોલોજી સપ્તાહ' દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના
વડા દ્વારા ખેતી ખર્ચ ઘટાડીને ઉત્પાદકતા અને ગુણવત્તા કેવી રીતે વધારવી તે અંગે
વાસ્તવિક નિદર્શનો અને પ્રશ્નોતરી દ્વારા ખેડૂતોનું સ્પષ્ટ માર્ગદર્શન કરવામાં
આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નવીનતમ
ટેકનોલોજી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya