
પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર LCBએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના દેશી દારૂના બે ગુના તથા રાણાવાવ પોલીસ સ્ટેશનના એક ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી અગાઉ નોંધાયેલા ગુનાઓમાં કુલ રૂ. 9.16 લાખથી વધુના મુદ્દામાલનો ઉલ્લેખ છે, જેમાં દેશી દારૂના 1210 લીટરતથા બે કારનો સમાવેશ થાય છે.જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના આધારે LCBની ટીમ નાસતાફરતા આરોપીઓની શોધમાં હતી.મળેલી બાતમીના આધારે રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના કાદા વિસ્તારમાં ખારવાની ખાંભી નજીકથી જગાભાઈ નાથાભાઈ કોડિયાતર (ઉં.વ. 23)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને ઝડપી પાડી રાણાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ભાણવડ પોલીસ સ્ટેશનના બે તથા રાણાવાવ પોલીસ સ્ટેશનના એક મળી કુલ ત્રણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે. આકામગીરીમાં LCB I/C PI આર.કે.કાંબરીયા સહિત ASI તથા પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya