


પોરબંદર, 29 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરમાં નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશાબંધી પ્રચાર-પ્રસાર કાર્યક્રમ
યોજાયો હતો.રાજશાખા અંગ્રેજી માધ્યમ શાળા, પોરબંદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં
વિદ્યાર્થીઓને નશાના દુષ્પરિણામો
અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમની શરૂઆત શાળાના પ્રિન્સિપાલ દ્વારા ઉપસ્થિત મહેમાનોના સ્વાગતથી થઈ હતી.
ત્યારબાદ નશાબંધી સબ ઇન્સ્પેક્ટર દ્વારા
વિદ્યાર્થીઓને વ્યસન કેવી
રીતે જીવનમાં પ્રવેશે છે અને આગળ જતાં તેની લત કેવી રીતે લાગી શકે તે અંગે માહિતી આપવામાં આવી હતી.આ દરમિયાન વિદ્યાર્થીઓને
વ્યસનને કહો NO, જીવનને કહો YES ના સંદેશ સાથે નશાથી દૂર રહેવા અંગે શપથ લેવડાવવામાં આવ્યો હતો.
શાળા દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ
યોજાયા હતા.કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ
વિદ્યાર્થીઓ નેજરૂરી માહિતી આપવા બદલ નશાબંધી ખાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં
નશાબંધી અને આબકારી કચેરી, પોરબંદરના સબ ઇન્સ્પેક્ટર બી.એમ. સોલંકી, શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya