સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે કનેસરાથી નેદ્રા જતા રોડ પર ભયાનક કાર અકસ્માત સર્જાયો , 16 વર્ષના કિશોરનું મોત.
પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે કનેસરાથી નેદ્રા જતા રોડ પર ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો. હોન્ડા સિટી કાર રોડની બાજુ આવેલી ઓરડીની દિવાલ અને પાર્ક કરેલી બાઇક સાથે અથડાતા 16 વર્ષીય ધનરાજ સોમાજી ઠાકો
સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે કનેસરાથી નેદ્રા જતા રોડ પર ભયાનક કાર અકસ્માત સર્જાયો , 16 વર્ષના કિશોરનું મોત.


સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે કનેસરાથી નેદ્રા જતા રોડ પર ભયાનક કાર અકસ્માત સર્જાયો , 16 વર્ષના કિશોરનું મોત.


પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)સિદ્ધપુર: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામ પાસે કનેસરાથી નેદ્રા જતા રોડ પર ભયાનક કાર અકસ્માત સર્જાયો હતો. હોન્ડા સિટી કાર રોડની બાજુ આવેલી ઓરડીની દિવાલ અને પાર્ક કરેલી બાઇક સાથે અથડાતા 16 વર્ષીય ધનરાજ સોમાજી ઠાકોરનું મોત થયું હતું.

04 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંજે ડેર ગામના સહદેવજી જામતાજી ઠાકોર હોન્ડા સિટી કાર નંબર HR26BJ8157 પુરઝડપે ચલાવી રહ્યા હતા. નેદ્રા ગામની સીમમાં વળાંક પાસે કાર પરથી કાબૂ ગુમાવતા દિવાલ અને બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી.

અકસ્મતમાં કારની આગળની સીટ પર બેઠેલા ધનરાજ સોમાજી ઠાકોર (ઉં.વ. 16) ને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. કારમાં પાછળની સીટ પર બેઠેલા સહદેવજીની પત્ની કેસરબેનને પણ ઈજા થઈ હતી. અકસ્માતમાં ઓરડીની દિવાલ અને બાઇકને પણ નુકસાન થયું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ધનરાજ સોમાજી ઠાકોરને મૃત જાહેર કર્યા હતા.

મૃતકના કાકા કનુજી મેતાજી વાઘાજી ઠાકોરની ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે કારચાલક સહદેવજી જામતાજી ઠાકોર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. FIR મુજબ કેસની આગળની તપાસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જય શુકલાને સોંપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande