
પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)જન્માષ્ટમીની પૂર્વસંધ્યાએ પાટણમાં ધ્વનિ સંગીત પરિવારે ‘કૃષ્ણઃ શરણં મમ’ ભક્તિમય સંગીત કાર્યક્રમનું આયોજન કર્યું હતું. યુનિવર્સિટીના 800 બેઠકની ક્ષમતાવાળા કન્વેન્શન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ’ સહિતના ભક્તિગીતોએ શ્રોતાઓને ઝૂમવા મજબૂર કર્યા હતા.
ધ્વનિ કલ્ચરલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ડી.પી. ઠક્કર એન્ડ કં. અને ગઝલ હોસ્પિટલના સહયોગથી યોજાયેલો આ સતત ત્રીજો કાર્યક્રમ હતો. હરિ સ્તોત્રથી શરૂ થયેલા કાર્યક્રમમાં મધુરાષ્ટક, અચ્યુતમ કેશવમ, જગન્નાથ જગન્નાથ, મારા ઘટમાં બિરાજતા નાથજી, બિનતી સુનીયે અને ‘કૃષ્ણઃ શરણં મમ’ સહિતના ગીતો રજૂ થયા હતા.
સંસ્થાના પ્રમુખ અશોકભાઈ વ્યાસની પ્રેરણાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રૂ.1.50 લાખ સુધીની વિવિધ સ્કોલરશીપની જાહેરાત કરાઈ હતી. જેમાં કનુભાઈ પોપટ દ્વારા રૂ.60 હજાર, હાર્દિકભાઈ રાવલ દ્વારા રૂ.60 હજાર અને જયેશભાઈ પરીખ દ્વારા રૂ.25 હજારની વાર્ષિક સ્કોલરશીપનો સમાવેશ થાય છે. ઉપરાંત કિરીટભાઈ ગાંધી, ઉર્ષીતભાઈ પારેખ (કેનેડા) અને કલ્પેશભાઈ વૈદ્ય (અમદાવાદ) દ્વારા પણ સ્કોલરશીપની જાહેરાત કરાઈ હતી.
કાર્યક્રમમાં ખ્યાતિ નાયક ભાવસાર, કુ. શિખા નાયક, ડૉ. માર્મિક મોદી, શીતલ રાજપૂત, મીનલ સ્વામી, કુ. વિદિશા મોદી, આત્મારામભાઈ નાયી, કુ. ઝીલ નાયક, કુ. આયુષી પ્રજાપતિ અને કુ. જીયા રાવલે ગાયકી રજૂ કરી હતી. વાદ્યવૃંદમાં મયુર યોગી (કીબોર્ડ), જીગર બારોટ અને રિષભ નાયક (તબલા), સુનીલ પરમાર (ઢોલક), આકાશ વાઘેલા (પેડ), આલાપ પરીખ (વાંસળી), જીતેન્દ્રભાઈ મોદી (સાઈડ રીધમ) અને કલ્પેશ પ્રજાપતિ (બેઝ ગિટાર)એ સંગત આપી હતી.
સંસ્થાના સ્થાપક મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. સમ્યક પારેખના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલું સંગીતમય પ્રદર્શન રજૂ કર્યું હતું. કાર્યક્રમમાં પાટણના જાણીતા મહેમાનો કનુભાઈ પોપટ, જયેશભાઈ પરીખ, વિનોદભાઈ મોદી, ડૉ. માર્મિક મોદી, ડૉ. દેવલ મોદી, તુષારભાઈ શાહ, કેતનભાઈ પી. ગાંધી, ડૉ. જીગર ગાંધી, મતી મમતાબેન એમ. ગાંધી, મતી પરીનાબેન એન. ગાંધી, કૌશિકભાઈ સોની, હિતેશભાઈ પરીખ, ડૉ. પરિમલભાઈ જાની, ડૉ. દીપ શાહ અને રાજગોપાલ મહારાજાનું ડૉ. શૈલેશભાઈ સોમપુરાએ સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમના આયોજનમાં પ્રોજેક્ટ ચેરમેન ડૉ. શૈલેશભાઈ સોમપુરા, વિજયભાઈ ભાવસાર અને કિરીટભાઈ ગાંધીનો વિશેષ સહયોગ રહ્યો હતો. અમદાવાદથી આવેલા તેજસભાઈ મજમુંદાર અને જ્યોતિબેન પટેલે સુંદર સંચાલન કર્યું હતું. અંતે સંસ્થાના મંત્રી અતુલભાઈ નાયકે દાતાઓ, શ્રોતાઓ અને કાર્યક્રમમાં સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ