પાટણ શહેરના શેલજા બંગલોઝમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી.
પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના અંબાજી નેરીયા વિસ્તારમાં આવેલા શેલજા બંગલોઝમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટી પરિસરમાં વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સોસાયટીના રહી
પાટણ શહેરના શેલજા બંગલોઝમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી.


પાટણ શહેરના શેલજા બંગલોઝમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી.


પાટણ, 05 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના અંબાજી નેરીયા વિસ્તારમાં આવેલા શેલજા બંગલોઝમાં જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટી પરિસરમાં વિવિધ ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સોસાયટીના રહીશો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત સૌપ્રથમ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોસાયટીના ભાઈઓ, બહેનો તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. ત્યારબાદ બાળકો અને યુવાનો માટે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.

મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મના પ્રસંગે સોસાયટી પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં શેલજા બંગલોઝના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જન્માષ્ટમી પર્વની આનંદપૂર્વક ઉજવણી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande