ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરની ફિલ્મ 'પિપ્પા'નું શૂટિંગ શરૂ, ફર્સ્ટ લુક જાહેર થયો...
નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર(હિ.સ.) ફિલ્મ અભિનેતા ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ 'પિપ્પા'નું શ

નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર(હિ.સ.) ફિલ્મ અભિનેતા ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુરની આગામી ફિલ્મ 'પિપ્પા'નું શૂટિંગ, આજથી અમૃતસરમાં શરૂ થયું છે. 'પીપ્પા' એક દેશભક્તિ પર આધારિત ફિલ્મ છે. ઈશાન ખટ્ટર આ ફિલ્મમાં બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાની ભૂમિકા ભજવતો જોવા મળશે. ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુર ઉપરાંત પીઢ અભિનેત્રી સોની રાઝદાન પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મ 'પીપ્પા'ની વાર્તા, બ્રિગેડિયર બલરામ સી સિંહ મહેતાના જીવન પર આધારિત છે. વર્ષ 1971 માં બ્રિગેડિયર બલરામ સિંહ મહેતા, ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પૂર્વીય મોરચે લડ્યા હતા. ફિલ્મની વાર્તા તેમના પુસ્તક 'ધ બર્નિંગ ઓફિસ' પર આધારિત છે. આ ફિલ્મની જાહેરાત ગયા વર્ષે, ઓગસ્ટમાં કરવામાં આવી હતી. ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થયું છે અને તમામ પાત્રો ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. 'પિપ્પા' રવિન્દ્ર રંધાવા, તન્મય મોહન અને રાજા કૃષ્ણ મેનન દ્વારા સહલેખિત છે. રોની સ્ક્રુવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર આ ફિલ્મનું નિર્માણ કરશે. જ્યારે ફિલ્મના નિર્દેશક રાજા કૃષ્ણ મેનન છે.

હિન્દુસ્થાન સમાચાર/સુરભી સિન્હા/ હિતેશ


 rajesh pande