પીએમ મોદીની ઢાકા મુલાકાત બાદ, બાંગ્લાદેશમાં હિંસા ભડકાવનારને ગુપ્તચર પોલીસે પકડી પાડ્યો
ઢાકા, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માર્ચ 2021 ની ઢાકા ની મુલાકાત બાદ,
પીએમ મોદીની ઢાકા મુલાકાત બાદ, બાંગ્લાદેશમાં હિંસા ભડકાવનારને ગુપ્તચર પોલીસે પકડી પાડ્યો


ઢાકા, નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર (હિ.સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માર્ચ 2021 ની ઢાકા ની મુલાકાત બાદ, બાંગ્લાદેશમાં હિંસા ભડકાવનાર માસ્ટર માઈન્ડ આતંકવાદીની ઢાકા ની ગુપ્તચર પોલીસે ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, ઢાકામેટ્રોપોલિટન પોલીસની ગુપ્તચર શાખાએ આતંકવાદી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામ સાથે સંકળાયેલા રિઝવાન રફીકની ધરપકડ કરી છે. રિઝવાન રફીક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગ્લાદેશ મુલાકાત દરમિયાન ઢાકા માં હિંસા ભડકાવવાનો આરોપ છે.

બાંગ્લાદેશના એડિશનલ કમિશનર ઓફ ઇન્ટેલિજન્સ એકેએમ હાફિઝ અખ્તરે જણાવ્યું હતું કે, રફીકને શુક્રવારે રાત્રે મુગદા વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. ઢાકા માં 26 માર્ચે થયેલી હિંસાના સંદર્ભમાં તેમની વિરુદ્ધ પલટન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો વિરોધ કરતા બાંગ્લાદેશમાં હિંસા ભડકાવવાથી પરિસ્થિતિને વધુ ખરાબ કરવા માંગતા હતા.

અખ્તરે કહ્યું કે, રિઝવાને આ માટે ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉશ્કેરણીજનક પોસ્ટ્સ શેર કરી અને આ હિંસાને ગોઠવવાનો પ્રયાસ કર્યો. આ સિવાય તેણે અન્ય ઇન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ પર આતંકવાદી સંગઠનોના ટોચના નેતાઓને ટેકો આપીને વાતાવરણ બગાડવાનું કામ પણ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/અજીત તિવારી/દધીબલ/ માધવી


 rajesh pande