પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં કિરણોત્સર્ગી કેપ્સ્યુલ, ગુમ થવા બદલ કંપની એ માફી માંગી
સિડની (ઓસ્ટ્રેલિયા), નવી દિલ્હી, 30 જાન્યુઆરી (હિ.સ.) રિયો ટિંટોએ રવિવારે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ગુમ
રશિયા


સિડની (ઓસ્ટ્રેલિયા), નવી દિલ્હી, 30 જાન્યુઆરી (હિ.સ.) રિયો ટિંટોએ રવિવારે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ગુમ થયેલ રેડિયોએક્ટિવ કેપ્સ્યુલ બદલ માફી માંગી છે. કંપનીનું કહેવું છે કે,” તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગુમ થયેલ કેપ્સ્યુલની શોધ ચાલી રહી છે.”

રિયો ટિંટોના ચીફ એક્ઝિક્યુટિવ સિમોન ટ્રોટે ટ્વીટ કર્યું: અમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે આ ખૂબ જ ચિંતાજનક છે અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયન સમુદાયમાં આના કારણે, જે ભય અને ચિંતા પેદા થઈ છે તેના માટે અમે દિલગીર છીએ.'

ગુમ થયેલ કેપ્સ્યુલ અંગેના હોબાળા વચ્ચે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની પ્રતિક્રિયા આવી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કેપ્સ્યુલ આ મહિને 10-16 જાન્યુઆરીની વચ્ચે ન્યૂમેન શહેર અને પર્થ શહેર (1400 કિમીની ત્રિજ્યામાં) વચ્ચે ક્યાંક ટ્રક દ્વારા માઇનિંગ સાઇટ પર લઈ જતી વખતે પડી હતી. સુરક્ષા દળો અને સંશોધન ટીમ તેને શોધી રહી છે. તે જ સમયે, સરકારને ડર છે કે, કોઈ તેને ભૂલથી સ્પર્શ કરી શકે છે, કારણ કે તે ખૂબ જ જોખમી છે. તેને ફક્ત સ્પર્શ કરવાથી ગંભીર પરિણામો આવશે.

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગે કહ્યું છે કે,’ આ કેપ્સ્યુલ (કિરણોત્સર્ગી પદાર્થ)ના સંપર્કમાં આવવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે.’ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ચીફ હેલ્થ ઓફિસર એન્ડ્રુ રોબર્ટસને જણાવ્યું હતું કે,’ જો કેપ્સ્યુલ શરીરની નજીક મૂકવામાં આવે તો તે ગંભીર રીતે દાઝી શકે છે. રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરે છે. આ કેપ્સ્યુલની લંબાઈ 8 મીમી અને પહોળાઈ 6 મીમી છે. તેનું કદ ઓસ્ટ્રેલિયન 10 સેન્ટના સિક્કા કરતા નાનું છે.’

ચીફ હેલ્થ ઓફિસર એન્ડ્રુ રોબર્ટસને લોકોને વિનંતી કરી છે કે,’ તેઓ તાત્કાલિક 133337 પર ફોન કરે અને જો તેઓ આવી વસ્તુ જુએ તો, ઓછામાં ઓછા 5 મીટર દૂર રહે.’

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી


 rajesh pande