પ્રથમ વખત યુટ્યુબ પર મંગળ પરથી જીવંત પ્રસારણ
ડાર્મસ્ટેડ (જર્મની), નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.) યુરોપની સ્પેસ એજન્સી યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)એ પ
પ્રથમ વખત યુટ્યુબ પર મંગળ પરથી જીવંત પ્રસારણ


ડાર્મસ્ટેડ (જર્મની), નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.) યુરોપની સ્પેસ એજન્સી યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ)એ પહેલીવાર યુટ્યુબ પર મંગળ પરથી લાઈવ પ્રસારણ કરવામાં સફળતા મેળવી છે. આ લાઇવ પ્રસારણ માં લાલ ગ્રહની અદ્રશ્ય ઝલક જોવા મળી હતી.

યુરોપિયન સ્પેસ એજન્સીએ માર્સ એક્સપ્રેસ ઓર્બિટરના પ્રક્ષેપણની 20મી વર્ષગાંઠ નિમિત્તે મંગળ પરથી લાઇવ પ્રસારણ શરૂ કર્યું છે. આ કવાયતનો ઉદ્દેશ મંગળની સપાટીની વધુ વિગતવાર ત્રિ-પરિમાણીય છબીઓ મેળવવાનો હતો. આ પ્રસારણ ની ઐતિહાસિક લાઈવ તસવીરો પણ સામે આવી છે. જેના કારણે લોકોને આ લાલ ગ્રહને નજીકથી જોવાનો મોકો મળ્યો છે. સ્પેસ એજન્સીએ પણ આ તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

જર્મનીના ડાર્મસ્ટેડમાં યુરોપિયન સ્પેસ એજન્સીના મિશન કંટ્રોલ સેન્ટરમાં તૈનાત જેમ્સ ગોડફ્રેએ જણાવ્યું કે, મંગળ પરથી આવતા ફોટા સામાન્ય રીતે જોવા મળે છે, જે થોડા સમય પહેલા લેવામાં આવ્યા હતા. લાઈવ ટ્રાન્સમિશન દ્વારા અમે આ ગ્રહને વાસ્તવિક સમયમાં જોઈ શક્યા છીએ. તેનાથી લોકો આ ગ્રહની નજીક પહોંચી શકશે. તેણે કહ્યું કે, લાઈવ પ્રસારણ માં મંગળની આવી તસવીરો કોઈએ જોઈ નથી. તેમણે દાવો કર્યો હતો કે, ઘણીવાર લાલ ગ્રહના ડેટા અને અવલોકનો ત્યારે થાય છે જ્યારે અવકાશયાન પૃથ્વી સાથે સીધા સંપર્કમાં ન હોય. તેથી ફોટોગ્રાફ્સ પાછા મોકલવામાં આવે ત્યાં સુધી સંગ્રહિત કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર/સંજીવ/મુકુંદ / ડો. હિતેશ/હર્ષ શાહ


 rajesh pande