સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ કહ્યું- મને કેન્સર નથી, અફવાઓ પર વ્યક્ત કરી નારાજગી
નવી દિલ્હી, 4 જૂન (હિ. સ.) સાઉથ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર ચિરંજીવી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીએ કહ્યું- મને કેન્સર નથી, અફવાઓ પર વ્યક્ત કરી નારાજગી


નવી દિલ્હી, 4 જૂન (હિ. સ.) સાઉથ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર ચિરંજીવી સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. ઘણીવાર તેઓ તેમની પોસ્ટ દ્વારા ચાહકો સાથે સંપર્કમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી ચિરંજીવી કેન્સરથી પીડિત હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. આના પર ઘણા લોકોએ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી. જે બાદ ચિરંજીવીએ પોતાના સ્વાસ્થ્ય અને કેન્સર અંગે મૌન તોડ્યું છે.

તેણે ટ્વીટ કરીને ફેન્સને જાણકારી આપી કે,” તેને કેન્સર નથી.” એટલું જ નહીં, ચિરંજીવીએ આવી અફવાઓ ફેલાવવા પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. ચિરંજીવીએ એક ટ્વિટમાં લખ્યું, “થોડા દિવસો પહેલા કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરતી વખતે મેં કહ્યું હતું કે, કેન્સર વિશે જાગૃતિ લાવવાની જરૂર છે.” મેં એમ પણ કહ્યું કે,” જો તમે નિયમિત મેડિકલ ચેકઅપ કરાવો તો તમે કેન્સરથી બચી શકો છો. તેથી જ મેં કોલોન સ્કોપ ટેસ્ટ કરાવ્યો. મેં કહ્યું કે, બિન-કેન્સર પોલિપ્સ શોધી કાઢીને દૂર કરવામાં આવ્યા હતા.” મેં કહ્યું કે,” જો હું ટેસ્ટ ન કરાવું તો તે કેન્સરમાં ફેરવાઈ જશે. તેથી જ દરેકે સતર્ક રહેવું જોઈએ અને પરીક્ષણ કરાવવું જોઈએ. મેં એટલું જ કહ્યું.

ચિરંજીવીએ આગળ લખ્યું, “પરંતુ મીડિયાએ ‘મને કેન્સર થયું’ અને ‘હું સારવારને કારણે બચી ગયો’ જેવી વાર્તાઓ ચલાવી. હું પત્રકારોને વિનંતી કરું છું કે આવા ફેક ન્યૂઝ ન ફેલાવો. વિષયને સમજ્યા વિના મૂર્ખતાપૂર્વક લખશો નહીં. આનાથી ઘણા લોકો ડરી ગયા છે અને દુઃખી થયા છે.”

ચિરંજીવીની આ પોસ્ટ બાદ હવે તેના લાખો ચાહકોએ, રાહતનો શ્વાસ લીધો છે. ચાહકોએ ચિરંજીવીની પોસ્ટ પર કોમેન્ટ કરીને ભગવાનનો આભાર માન્યો છે. સત્ય બોલવા બદલ ચિરંજીવીનો પણ આભાર માન્યો.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનિત / માધવી


 rajesh pande