ગોધરા, ૧સપ્ટેમ્બર (હિ. સ.)
કાલોલ માં મિશન મંગલમ શાખા ના મહિલા અધિકારી સામે લાંચ લીધા ના આક્ષેપો થયા છે મહિલા અધિકારી સામે જાગૃત નાગરિકે વિડિઓ ઉતારી કરી બબાલ કરી હોઈ છેવટે કાલોલ તાલુકા પંચાયત કચેરી ના પટાંગણ માં હોબાળો થયો હતો જેને પગલે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને સાંસદ રાજપાલસિંહ જાદવ પોતે તાલુકા પંચાયત કચેરી આવી પહોચ્યા હતા અને મિશન મંગલમ ના ટીએલએમ દીપ્તિ બેન ને જાહેર માં ખખડાવ્યા હતા દીપ્તિ બેન છેલ્લા કેટલાક સમય થી પોતાના નીચે કામ કરતા સખી મંડળ ના બેનો ને હેરાન કરતા હતા અને નાણાકીય વ્યવહાર માટે દબાણ કરતા હતા, સ્વ સહાય જૂથો અને સખી મંડળ ની મહિલા સભ્યો પાસે થી ગ્રાન્ટ માં કટકી ના આક્ષેપો પણ થઈ રહ્યા હતા
ધારાસભ્ય અને સાંસદે કોઈ પણ સભ્યો ના ભથ્થા કે પગાર નહિ રોકવા અધિકારી ને સૂચના કરી હતી અને વહેલી તકે સખી મિત્રો નો પગાર કરી દેવા આદેશ કર્યો હતો
કાલોલ તાલુકા ની સખીમિત્રો નો પગાર છેલ્લા ઘણા સમય થી અટકાવ્યો હતો જે સત્વરે ચુકવવા નું સુચન પણ કર્યું હતું
ટી.એલ.એમ દીપ્તિ બેન સામે અગાઉ પણ અનેક રજૂઆતો થઈ છે, પોતાને ઊંચી પહોંચ ધરાવતા અધિકારી સમજનાર ને નથી કોઈ નો ડર નથી એમ વર્તન કરતા દીપ્તિ બેન સામે તપાસ કરવા જિલ્લા ના અધિકારીઓ એ આદેશ પણ આપી દીધા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ