ગીર સોમનાથ વેરાવળ ખાતે સાર્વજનીક રસ્તા પર જાહેર હરાજી તથા વેંચાણ પર પ્રતિબંધ
ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ, વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ વિસ્તારમાં વિક્રેતાઓ દ્વારા નગરપાલિકાના સાર્વજનીક રોડ ઉપર જથ્થાબંધ શાકભાજી અને ફળોની જાહેર હરાજી તથા વેંચાણ કરવામાં આવે છે. આ જાહેર હરાજી તથા વેંચાણની કામગીરી થયા
ગીર સોમનાથ વેરાવળ ખાતે સાર્વજનીક રસ્તા પર જાહેર હરાજી તથા વેંચાણ પર પ્રતિબંધ


ગીર સોમનાથ 1 ઓક્ટોબર (હિ.સ.)

ગીર સોમનાથ, વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ વિસ્તારમાં વિક્રેતાઓ દ્વારા નગરપાલિકાના સાર્વજનીક રોડ ઉપર જથ્થાબંધ શાકભાજી અને ફળોની જાહેર હરાજી તથા વેંચાણ કરવામાં આવે છે. આ જાહેર હરાજી તથા વેંચાણની કામગીરી થયા બાદ સડેલા શાકભાજી અને ફ્રૂટ જાહેર રસ્તા પર ફેકી દેવામાં આવે છે. જેને કારણે ઢોર-ઢાખર આ શાકભાજી અને ફળ ખાવા રસ્તા પર ભેગા થાય છે. જેના કારણે સાર્વજનીક રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને અગવડ ઉભી થાય છે તથા અકસ્માત થવાની સંભાવના રહે છે. તેમજ શાકભાજી અને ફળોના સડવાના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે. જેનાથી લોકોના જાહેર સ્વાસ્થ્યને નુકશાન થવાની પણ સંભાવના રહે છે. જેથી વેરાવળ શહેરમાં આવેલ ગર્લ્સ સ્કુલથી બંદર ગેઈટ સુધી તથા નગરપાલિકા શાકમાર્કેટના ખુણાંથી પોર્ટ કોલોની સુધીના નગરપાલિકાના સાર્વજનીક રસ્તા પર જાહેર હરાજી તથા વેંચાણ પર જાહેરનામુ પ્રસિધ્ધ કરી પ્રતિબંધ ફરમાવાયો છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર વેરાવળ શહેરમાં આવેલ ગર્લ્સ સ્કુલથી બંદર ગેઈટ સુધી તથા નગરપાલિકા શાકમાર્કેટના ખુણાંથી પોર્ટ કોલોની સુધીના નગરપાલિકાના સાર્વજનીક રસ્તા પર શાકભાજી અને ફળની જાહેર હરાજી તથા વેંચાણ કરવા ઉપર કાયમી ધોરણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ સજા/દંડને પાત્ર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande