મારી હ્રદય રોગની સારવાર માટે, સરકાર મારી પડખે ઊભી રહી છે : અશ્વિનભાઈ મહેતા
મોડાસા,1 ઓક્ટોબર (હિ.સ.)લાખોની સારવાર મફતમાં થતાં PMJAY યોજનાના લાભાર્થી ભાવુક થયા. ગુજરાતના નાગરિકોની આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોડાસાના અશ્વિનભાઈ મહેતાએ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હ્રદયના ઓપરે
Government stands by me for treatment of my heart disease: Ashwinbhai Mehta


મોડાસા,1 ઓક્ટોબર (હિ.સ.)લાખોની સારવાર મફતમાં થતાં PMJAY યોજનાના લાભાર્થી ભાવુક થયા.

ગુજરાતના નાગરિકોની આરોગ્ય સંભાળ મારફતે સૌના નિરામય સ્વાસ્થ્યનો હેતુ સિદ્ધ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મોડાસાના અશ્વિનભાઈ મહેતાએ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હ્રદયના ઓપરેશનની નિ:શુલ્ક સારવાર કરાવી હતી. જે માટે એમણે સરકારનો આભાર માન્યો હતો.

મોડાસાના રહેવાસી અશ્વિનભાઇ હ્રદય રોગની બીમારીમાં ૨ વખત બાયપાસ ઓપરેશન ૭ વખત એન્જીયોગ્રાફી, સિટી એન્જીયો, થેલીસ્કેન, એન્જીઓપ્લાસ્ટિક જેવી સારવાર વિનામૂલ્યે કરવામાં આવી.

વધુમાં અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડના કારણે મને ઘણો જ ફાયદો થયો છે. હ્રદયની બીમારીમાં મને દવાનો ખર્ચ, હોસ્પિટલ ખર્ચ નથી થયો અને મને નિશુલ્ક સારવાર મળી છે. આમ બીમારીના સમયે સરકાર મારી પડખે ઊભી રહી છે. સંકટમાં બીમારીના સમયે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ લોકો માટે આશીર્વાદ સમાન બને છે. જિલ્લામાં આરોગ્યક્ષેત્રે ખૂબ જ સારૂ કામ થઈ રહ્યું છે. લોકોને આરોગ્યની સેવાઓનો મહત્તમ લાભ લઈ શકે તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ કહી અશ્વિનભાઈએ આયુષ્યમાન કાર્ડ યોજના માટે સરકારનો આભાર માન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande