
સુરત, 07 જાન્યુઆરી (હિ.સ.) : સુરતના ગોડદરા વિસ્તારમાં ગુરુવાર સાંજે 8 વાગે યોજાનારી આમ આદમી પાર્ટીની જાહેર સભા પહેલા વિરોધનો માહોલ સર્જાયો છે. આ સભામાં મુખ્ય અતિથિ તરીકે આવનાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિરોધમાં અનેક હિંદુ સંગઠનો આગળ આવ્યા છે.
આજ સાંજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયાના પોસ્ટરો પર સ્યાહી ફેંકી જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે “હિંદુ વિરોધી નેતાને અમે અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ.”
ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં આમંત્રણક તરીકે “મીઠી ખાડી મુસ્લિમ સમાજ” લખાયેલું છે તેમજ પોસ્ટરો પર મુસ્લિમ ટોપી પહેરેલા નેતાઓની તસવીરો છે, જ્યારે કાર્યક્રમનું સ્થળ હિંદુ બહુમતી વિસ્તાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દાને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.
ઘટના બાદ વિસ્તારમાં થોડા સમય માટે તણાવની પરિસ્થિતિ જોવા મળી હતી. હાલ પરિસ્થિતિ પર પોલીસ નજર રાખી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે