સિદ્ધપુરમાં પોલીસે ડેરિયાપુરા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપી પાડ્યા
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર પોલીસે ડેરિયાપુરા વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને ડેરિયાપુરા દરબારના ગલ્લા પાછળના ખુલ્લા મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બપોરના સમયે કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દર
સિદ્ધપુરમાં પોલીસે ડેરિયાપુરા વિસ્તારમાંથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપી પાડ્યા


પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.)સિદ્ધપુર પોલીસે ડેરિયાપુરા વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને ડેરિયાપુરા દરબારના ગલ્લા પાછળના ખુલ્લા મેદાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બપોરના સમયે કાર્યવાહી કરવામાં આવી હતી.

દરોડા દરમિયાન ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમતા અજયભાઈ રામાભાઈ પટણી, ફારુક ઉર્ફે મખી બિસ્મીલ્લાખાન પઠાણ, યુનુસભાઈ ગુલાબનબી મન્સુરી અને પઠાણ અસલમખાન અકબરખાનને પોલીસે ઝડપી પાડ્યા હતા. તમામ આરોપીઓ ડેરિયાપુરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2400 રોકડ રકમ અને 52 ગંજીપાના જપ્ત કર્યા છે. હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ વીરજીભાઈ દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande