રાધનપુરમાં ઉઘરાણી મુદ્દે હોટલ માલિક પર હત્યાના પ્રયાસના ગુનામાં છ આરોપીઓને ઝડપી પાડ્યા
પાટણ, 07 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પચાસ લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે એક હોટલ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારો અને વાહન પણ જપ્ત કર્યા છે.

આ ઘટના 3 જાન્યુઆરી 2026ના રોજ સમી તાલુકાના બાબરી ગામમાં બની હતી. બાબરીના રહેવાસી પ્રભાત રબારી પોતાની પ્રિન્સ હોટલ પર હાજર હતા ત્યારે આરોપીઓએ જૂની અદાવતના કારણે તેમની પાસે રૂ. 50 લાખની માંગણી કરી હતી. પૈસા આપવા ઇનકાર કરતા આરોપીઓએ લાકડીઓ વડે માર માર્યો હતો અને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં ભરત રબારી, બળદેવ રબારી, અમરત રબારી, લાલા રબારી, હરી રબારી અને વિષ્ણુ રબારીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી રૂ. 15 લાખ કિંમતની ઇનોવા કાર, એક પિસ્તોલ અને પાંચ લાકડીઓ કબજે કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપીઓનો અગાઉથી ગુનાહિત ઇતિહાસ પણ છે.

તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને પીડિત પરિવાર દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande