મોડાસા,1 ઓક્ટોબર (હિ.સ.) દાતાશ્રીઓએ ઉમદા સમાજ ભાવનાથી
દાન આપવાનો સંકલ્પ કર્યો.શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અમરેલીના
સાંસદ ભરતભાઈ સુતરીયાની ખાસ ઉપસ્થિતિ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે જમનાબા વિદ્યાર્થી
ભવનનું નિર્માણ કાર્ય પૂરું થવામાંકેશુભાઈ પટેલ ઓડીટોરીયમમાં
પ્રથમ કાર્યક્રમ યોજાયો.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતની ૪૦મી વાર્ષિક સાધારણ સભા અને દાતાટ્રસ્ટી ઓનું સ્નેહમિલન યોજાયું હતું. રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા તથા કરંજના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ ઘોઘારીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં નવા ટ્રસ્ટી ઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવા ૧૨ શ્રેષ્ઠીઓએ દાતાટ્રસ્ટી બનવા સંકલ્પ કર્યો હતો. શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા એ નવા દાતાટ્રસ્ટીઓની સમાજ ભાવનાને બિરદાવી સુરતમાં નિર્માણ થઈ રહેલ જમનાબા વિદ્યાર્થી ભવન માટે શુભકામના પાઠવી હતી. ‘ગીતા અભ્યાસ’ માટે અનુરોધ કર્યો હતો. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ગીતા અભ્યાસ કરે તેનું ખુબ સારૂ પરીણામ આવ્યું છે તેની માહિતી આપી હતી.
વરાછા-કામરેજ રોડ ખાતે નિર્માણ કાર્ય થયું છે તે જમનાબા વિદ્યાર્થી ભવનના મુખ્ય નામકરણના દાતા હંસરાજભાઈ ગોંડલીયા, રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથી ભવનના દાતા તુષારભાઈ ઘેલાણી, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રના દાતા હિંમતભાઈ ધનજીભાઈ ધોળકિયા સહિત મોટી સંખ્યામાં દાતાટ્રસ્ટી ઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કિરણ મહિલા ભવનમાં પુસ્તકાલય અને વાંચનાલયના દાતા જયંતીભાઈ બાબરીયા, કેશુભાઈ ગોટી, દયાળભાઈ વાઘાણી, મનુભાઈ ઝરખીયાવાળા, રમેશભાઈ ગજેરા અને મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જમનાબા ભવન ખાતે નિર્માણ થયેલ ૫૦0 બેઠક ધરાવતું ‘કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ’માં પ્રથમ કાર્યક્રમ યોજાયો હતો. મૌની ઇન્ટરનેશનલ સ્કૂલ ના બાળકો દ્વારા “સોરઠી ડાયરી” સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયો હતો. બાંધકામ ખર્ચ, નવા આર્થિક વ્યવહારો અને ઓડીટ થયેલ વાર્ષિક હિસાબોની વિગતે માહિતી સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા એ આપી હતી. ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયા, બાંધકામ સમિતિના પ્રમુખ ધીરુભાઈ માલવિયા, હરિભાઈ કથીરિયા, ભવાનભાઈ નવાપરા તથા ખજાનચી મનહરભાઈ સાસપરા, મંત્રી અરવિંદભાઈ ધડુક, સહમંત્રી કાંતિભાઈ ભંડેરી, ટ્રસ્ટી જી.આર. આસોદરીયા તથા ટ્રસ્ટી ઓએ મહાનુભાવોને આવકાર્યા હતા.૩ કરોડનું દાન નોંધાયું
૧૦૦૦ ભાઈઓ માટેની હોસ્ટેલ તથા અન્ય સુવિધા ધરાવતી જમનાબા વિદ્યાર્થીભવન તથા ૫૦૦ બહેનો માટે કિરણ મહિલાભવનના નિર્માણ કાર્યમાં કુલ અંદાજે ૨૦૦ કરોડ ખર્ચમાં અંદાજ છે તે માટે દાતા ઓને અપીલ કરવામાં આવી હતી તેના પ્રતિસાદમાં ૨૧ લાખ દાનનો સંકલ્પ કરી મહાનુભાવો દાતાટ્રસ્ટી તરીકે સંસ્થામાં જોડાયા છે. તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
બાંધકામક્ષેત્રની અગ્રણી પેઢી વેદાંત ગ્રુપના વિપુલભાઈ પુનાભાઈ દોંગા તથા વિપુલભાઈ લાલજીભાઈ પારખીયા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. હીરાઉધોગની પેઢી રાજ-કિશોર જેમ્સના યુવા અગ્રણી કિશોરભાઈ ગોરધનભાઈ શિહોરા, હિન્દુસ્તાન એલ્યુમિનિયમના કિરણભાઈ જયંતીભાઈ ખોખરીયા, ખોડીયાર બસ ટ્રાવેલ્સના અશ્વિનભાઈ વેલજીભાઈ ગજેરા, રેલીયંટ સ્માર્ટ ઇન્ડીયાના બ્રિજેશભાઈ સવજીભાઈ નારોલા, ઘનશ્યામભાઈ રંઘોળીયા, બાંધકામ ક્ષેત્રની કંપની સોહમગ્રુપના મનજીભાઈ લાખાણી, ટેક્ષટાઈલ ક્ષેત્રના અગ્રણી મહેન્દ્રભાઈ નાનજીભાઈ જાસોલીયા, હીરાઉધોગના અગ્રણી રાજુભાઈ બચુભાઈ સાવલિયા વગેરે સંસ્થામાં ટ્રસ્ટી તરીકે જોડાતા સર્વોએ સગૌરવ આવકાર્યા હતા. કિરણ મહિલા ભવનમાં રૂફટોપ સોલારના દાતા રેકલ પાવર ઇન્ફ્રા.લી.ના ભાર્ગવભાઈ ભેસાણીયા તથા દર્શનભાઈ કત્બા ખાસ ઉપસ્થિત રહ્યા.
કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ
જમનાબા વિઘાર્થીભવન ખાતે ૫૦૦ બેઠક ધરાવતું કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ માટે ઓડીટોરીયમ સહયોગી દાતા બનવા માટે રાહિલ ધીરુભાઈ માલવિયા, હરિકૃષ્ણ ધનજીભાઈ રાખોલીયા તથા રઘુવિર બિલ્ડર્સ તરફથી સંકલ્પ થયો છે. તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. નિર્માણધીન ભવનમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો અને દાતા એ વિદ્યાર્થીઓ માટે નવા પ્રીતીનીધી ભવનના તૈયાર રૂમોની મુલાકાત લીધી હતી અને કેશુભાઈ પટેલ ઓડીટોરીયમાં યોજાયેલ કાર્યકર્મનું વિશેષ ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યું હતું. સ્નેહમિલનમાં ભોજનખર્ચના સૌજન્ય રાજમંદિર આર્કિટેક કંપની તરફથી પ્રાપ્ત થયું હતું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની એક્ઝીક્યુટીવ કમીટી સભ્યોએ સંકલન અને આયોજન કર્યું હતું. આભારવિધિ મંત્રી અરવિંદભાઈ ધડુકે કરી હતી. કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડે કર્યું હતું. યુવાટીમના ભાવેશભાઈ રફાળીયા તથા અંકીતભાઈ સુરાણી સહીત સમગ્ર યુવાટીમે વ્યવસ્થા સંભાળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ