ડેલ સ્ટેઈન સનરાઈઝર્સ હૈદરાબાદના, બોલિંગ કોચ પદ પરથી રાજીનામું આપશે, વાતની પુષ્ટિ થઈ
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિં.સ.) દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેને જાહેરાત કરી છે કે,’તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે, સનરાઈઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચ તરીકે પરત નહીં ફરે.’ જોકે, સ્ટેને કહ્યું કે,’
કોચ


નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિં.સ.) દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર ડેલ

સ્ટેને જાહેરાત કરી છે કે,’તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે,

સનરાઈઝર્સ હૈદરાબાદના બોલિંગ કોચ તરીકે પરત નહીં ફરે.’ જોકે, સ્ટેને કહ્યું કે,’

તે એસએ-20 લીગમાં

સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ સાથે કોચિંગમાં રહેશે.’

સ્ટેઇને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હું એસએ-20 માં સનરાઇઝર્સ

ઇસ્ટર્ન કેપ સાથે કામ કરવાનું ચાલુ રાખીશ.

આ વર્ષની શરૂઆતમાં, સ્ટેને વ્યક્તિગત કારણોસર આઈપીએલ 2024 માટે પોતાને

અનુપલબ્ધ કર્યા હતા અને સનરાઇઝર્સે મુખ્ય કોચ, ડેનિયલ વેટોરી સાથે કામ કરવા માટે

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર, જેમ્સ ફ્રેન્કલિનને તેમના બોલિંગ કોચ તરીકે

નિયુક્ત કર્યા હતા.

41 વર્ષીય સ્ટેને, તેના રમતના દિવસો દરમિયાન આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ (હવે

નિષ્ક્રિય), રોયલ ચેલેન્જર્સ

બેંગ્લોર, સનરાઇઝર્સ અને

ગુજરાત લાયન્સ (હવે નિષ્ક્રિય) નું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2022 સીઝન પહેલા

સનરાઇઝર્સના, બોલિંગ કોચ તરીકે નામ આપવામાં આવ્યું તે પહેલાં તે છેલ્લી વખત આઈપીએલ 2020 માં, આરસીબીમાટે રમ્યો હતો.

સનરાઇઝર્સ રેન્કમાં ઉમરાન મલિક અને અન્ય કેટલાક ઝડપી બોલરોના, વિકાસમાં મહત્વપૂર્ણ

ભૂમિકા ભજવવાનો શ્રેય તેને ફાળે જાય છે.

કેકેઆરસામે હાર્યા પહેલા, સનરાઇઝર્સ આઈપીએલ 2024ની ફાઇનલમાં

પહોંચી હતી. 2018માં રનર્સ-અપ થયા

બાદ આઈપીએલફાઇનલમાં આ તેમનો

પ્રથમ દેખાવ હતો. ગયા વર્ષે વેટોરી-ફ્રેન્કલિન કોમ્બો હેઠળ તેમની સફળતાને જોતાં, સનરાઇઝર્સ તેમના

કોચિંગ સ્ટાફને જાળવી રાખવાનું વિચારી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande