સેલ્ટા વિગોએ, કોચ ગિરાલ્ડેઝનો કરાર બે વર્ષ લંબાવ્યો
મેડ્રિડ, નવી દિલ્હી,17 ઓક્ટોબર (હિં.સ.) લા લિગા ક્લબ સેલ્ટા વિગોએ તેના કોચ ક્લાઉડિયો ગિરાલ્ડેઝનો કરાર, જૂન 2027 ના અંત સુધી લંબાવ્યો છે. ક્લબે બુધવારે, આ વાતની પુષ્ટિ કરી. 36 વર્ષીય ભૂતપૂર્વ બી-ટીમ કોચ, જેમણે છેલ્લી સિઝનના
આરસી


મેડ્રિડ, નવી દિલ્હી,17 ઓક્ટોબર (હિં.સ.)

લા લિગા ક્લબ સેલ્ટા વિગોએ તેના કોચ ક્લાઉડિયો ગિરાલ્ડેઝનો કરાર, જૂન 2027 ના અંત સુધી

લંબાવ્યો છે. ક્લબે બુધવારે, આ વાતની પુષ્ટિ કરી. 36 વર્ષીય ભૂતપૂર્વ બી-ટીમ કોચ, જેમણે છેલ્લી

સિઝનના અંતે રાફેલ બેનિટેઝનું સ્થાન લીધું હતું, તેમનો અગાઉનો કરાર જૂન 2025 માં સમાપ્ત

થવાનો હતો.

બે વર્ષનું વિસ્તરણ એ, છેલ્લી સિઝનમાં સેલ્ટાને

રેલીગેશનમાંથી બચાવવામાં અને વર્તમાન અભિયાનમાં, તેમની ઉત્તમ શરૂઆત માટેના તેમના

કાર્ય માટેનો પુરસ્કાર છે.જેણે ગિરાલ્ડેઝની

આક્રમક ફૂટબોલ શૈલી હોવા છતાં, નવા અભિયાનની, તેમની પ્રથમ નવ રમતોમાંથી 13 પોઈન્ટ એકત્રિત

કર્યા છે,જયારેક્લબે આ

પ્રક્રિયામાં 16 ગોલ કર્યા છે.

તેમના નેતૃત્વ હેઠળ ક્લબે 19 રમતોમાંથી 30 પોઈન્ટ હાંસલ કર્યા છે.જે સમગ્ર સિઝન

દરમિયાન જાળવી રાખવામાં આવે તો તે, યુરોપીયન સ્પર્ધાઓમાં સ્થાન મેળવવા માટે

પડકારરૂપ બનશે.

આરસી સેલ્ટા,તેના પ્રોજેક્ટને

મજબૂત બનાવી રહી છે, તેની યુવા

પ્રણાલીના વિકાસને મજબૂત બનાવી રહી છે અને ચાહકોને ફૂટબોલની વ્યક્તિગત શૈલી આપી

રહી છે. જે જોવા માટે ખુશ,

મહત્વાકાંક્ષી

અને મહાન છે. ક્લબે તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande