શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને, પાંચ નવી વર્ગીકૃત શાસ્ત્રીય ભાષાઓના વિદ્વાનો સાથે વાર્તાલાપ કર્યો
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે નવી દિલ્હીમાં, પાંચ નવી વર્ગીકૃત શાસ્ત્રીય ભાષાઓ - પાલી, પ્રાકૃત, મરાઠી, બંગાળી અને આસામીના વિદ્વાનો સાથે વાતચીત કરી.સોશિયલ મીડિયા પ્લેટફો
ધર્મેન્દ્ર


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર

પ્રધાને શુક્રવારે નવી દિલ્હીમાં, પાંચ નવી વર્ગીકૃત શાસ્ત્રીય ભાષાઓ - પાલી, પ્રાકૃત, મરાઠી, બંગાળી અને

આસામીના વિદ્વાનો સાથે વાતચીત કરી.સોશિયલ મીડિયા

પ્લેટફોર્મ એક્સ પર આ મીટિંગનો ફોટો શેર કરતાકેન્દ્રીય

મંત્રીએ લખ્યું,” પાંચે નવી વર્ગીકૃત શાસ્ત્રીય ભાષાઓ – પાલી, પ્રાકૃત, મરાઠી, બંગાળી અને

આસામીના વિદ્વાનો સાથે વાર્તાલાપ કર્યો. વિદ્વાનોએ ખુશી વ્યક્ત કરી અને આ સુંદર

ભારતીય ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓની યાદીમાં સામેલ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર

મોદીનો આભાર માન્યો. તેમણે તેમને પ્રોત્સાહન આપવા અને સમૃદ્ધ બનાવવા માટે પણ

પોતાનો સહયોગ આપ્યો હતો.”

મોદી સરકાર એનઇપી 2020 ની ભાવનાને અનુરૂપ, ભારતીય ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન

આપવા તેમજ આપણા ભાષાકીય વારસાની, ઉજવણી, સન્માન અને જાળવણી માટે તમામ પ્રયાસો કરી રહી છે. પ્રધાને

કહ્યું કે,” અમે માતૃભાષામાં શીખવાની સુવિધા આપવા, તમામ ભારતીય ભાષાઓ પર સમાન ભાર સાથે

બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા અને તેમની આંતરરાષ્ટ્રીય હાજરીને મજબૂત કરવા માટે

પ્રતિબદ્ધ છીએ.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande