ખાનગી ઉદ્યોગોને, સંરક્ષણ ક્ષેત્રમાં 'ભાગીદારી'થી આગળ વધીને 'નેતૃત્વ' કરવા, સંરક્ષણ મંત્રીનું આહ્વાન
- આધુનિક યુદ્ધમાં ડ્રોન, સાયબર યુદ્ધ, જૈવિક શસ્ત્રો અને અવકાશ સંરક્ષણ જેવા નવા પરિમાણો ઉમેરવામાં આવ્યા છેઃ રાજનાથ સિંહ નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ખાનગી ઉદ્યોગોને સંરક્ષણ ક્ષેત્રમાં 'ભાગીદારી'થી આગળ વધીને 'નેતૃત્વ
ડીઆરડીઓ ખાતે રાજનાથ સિંહ


- આધુનિક યુદ્ધમાં ડ્રોન, સાયબર યુદ્ધ, જૈવિક શસ્ત્રો અને અવકાશ સંરક્ષણ જેવા નવા પરિમાણો ઉમેરવામાં આવ્યા છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ખાનગી ઉદ્યોગોને સંરક્ષણ ક્ષેત્રમાં 'ભાગીદારી'થી આગળ વધીને 'નેતૃત્વ' કરવા માટે આહ્વાન કર્યું છે. તેમણે ભારતને નવીનતા અને ટેક્નોલોજીનું હબ અને વિશ્વના સૌથી મજબૂત દેશોમાંના એક બનાવવા માટે સરકારના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. તાજેતરના સમયમાં સંરક્ષણ ક્ષેત્રે જે પરિવર્તનો આવ્યા છે, તેના પર પોતાના મંતવ્યો શેર કરતાં સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આજે ટેક્નોલોજીએ પરંપરાગત યુદ્ધને બિનપરંપરાગત યુદ્ધમાં પરિવર્તિત કર્યું છે. તેમણે કહ્યું કે, આધુનિક યુદ્ધમાં ડ્રોન, સાયબર યુદ્ધ, જૈવિક શસ્ત્રો અને અવકાશ સંરક્ષણ જેવા નવા પરિમાણો ઉમેરવામાં આવ્યા છે.

રાજનાથ સિંહ, શુક્રવારે નવી દિલ્હીમાં ડીઆરડીઓ ભવનમાં એક વર્કશોપ દરમિયાન વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સ્ટાર્ટ-અપ્સ, યુવા ઉદ્યમીઓને સંબોધિત કરી રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, હવે ખાનગી ક્ષેત્ર માટે આગળ આવવાનો સમય આવી ગયો છે, કારણ કે તેની પાસે ઝડપી ફેરફારોને આત્મસાત કરવાની અને નવી શોધ કરવાની ક્ષમતા છે. સંરક્ષણ મંત્રીએ, સંરક્ષણ ક્ષેત્રને વધુ નવીન અને ટેકનોલોજીલક્ષી બનાવવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ પ્રસંગે રાજનાથ સિંહે, પરિવર્તનશીલ વિચારો સાથે આવનારી પેઢીના સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા 'ડેર ટુ ડ્રીમ 5.0' લોન્ચ કરી હતી.

સંરક્ષણ મંત્રી સિંહે, પડકારોને સંરક્ષણ ક્ષેત્રના ભાવિની સુરક્ષા માટે દેશના ઔદ્યોગિક ઇકોસિસ્ટમની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે વર્ણવ્યા. તેમણે કહ્યું કે, આપણા બહાદુર સૈનિકોની જેમ વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સ્ટાર્ટઅપ, એમએસએમઈ અને ઉદ્યોગસાહસિકો પણ દેશના યોદ્ધાઓ છે, જે સોંપાયેલ દરેક કાર્યને પૂર્ણ કરવા માટે તૈયાર છે. સંરક્ષણ મંત્રીએ, સંરક્ષણ ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિક્ષેપકારક બંને તકનીકોમાં પ્રગતિ હાંસલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વૈજ્ઞાનિકો, સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગ સાહસિકોને બોક્સની બહાર વિચાર કરવા અને નવીનતમ નવીનતાઓ સાથે આવવાનું આહ્વાન કર્યું.

હિન્દુસ્થાન સમાચાર/સુનીત નિગમ/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande