સુપ્રીમ કોર્ટ ઓટીટી પ્લેટફોર્મ પર દેખરેખ રાખવા માટે, રેગ્યુલેટરી બોર્ડ બનાવવાની માંગ પર સુનાવણી નહીં કરે
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) સુપ્રીમ કોર્ટે ઓટીટીપ્લેટફોર્મ પર દેખરેખ રાખવા માટે રેગ્યુલેટરી બોર્ડની, રચના કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજી
કોર્ટ


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) સુપ્રીમ કોર્ટે ઓટીટીપ્લેટફોર્મ પર

દેખરેખ રાખવા માટે રેગ્યુલેટરી બોર્ડની, રચના કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી

કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજી

પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

વકીલ શશાંક શેખર ઝા વતી, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ઓટીટીપ્લેટફોર્મ પર

દેખરેખ રાખવા માટે એક નિયમનકારી બોર્ડની રચના કરવાની સૂચનાની માંગ કરવામાં આવી

હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે,” ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવા માટે

સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, પરંતુ ઓટીટીકન્ટેન્ટ માટે આવી કોઈ વ્યવસ્થા નથી. આ કારણે, ઓટીટી પ્લેટફોર્મ

પર, હિંસક અને અશ્લીલ સામગ્રીથી માંડીને આવી સામગ્રીની વિપુલતા છે. એટલું જ નહીં, તે રાષ્ટ્રીય

સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજય / સુનિત નિગમ / પવન કુમાર

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande