સોફિયા સિવિંગ, અરમાન ભાટિયાએ પ્રથમ ઈન્ડિયા માસ્ટર્સ પિકલબોલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો
નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિં.સ.) ત્રીજી ક્રમાંકિત સોફિયા સિવિંગે રવિવારે અહીં ડીએલટીએસ્ટેડિયમ ખાતે પીડબ્લ્યુઆર ડિયુપીઆર ઈન્ડિયા માસ્ટર્સમાં ટોચની ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈની કાઓ પેઈ ચુઆનને 11-3, 11-2થી હરાવીને પોતાનું પ્રથમ પ્
સામપ


નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિં.સ.) ત્રીજી ક્રમાંકિત સોફિયા સિવિંગે રવિવારે

અહીં ડીએલટીએસ્ટેડિયમ ખાતે પીડબ્લ્યુઆર

ડિયુપીઆર ઈન્ડિયા માસ્ટર્સમાં ટોચની ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈની કાઓ પેઈ ચુઆનને 11-3, 11-2થી હરાવીને

પોતાનું પ્રથમ પ્રો પિકલબોલ ખિતાબ જીત્યો હતો.

બંને ખેલાડીઓ અનિશ્ચિત અને જોખમ લેવા માટે તૈયાર ન હોવાથી,

અમેરિકને શરૂઆતમાં સંઘર્ષ કર્યો, પરંતુ કાઓની ભૂલોએ સિવિંગને, પહેલો અંક અપાવ્યો. ધીમે ધીમે

ફોર્મમાં સ્થિર થઈને, સિવિંગે 2-0થી નીચે રહીને

સ્કોરને બરાબરી કરી અને પછી 3-2ની લીડ લીધી અને ચુઆનના સંઘર્ષને સરળ બનાવવા માટે સ્પષ્ટપણે

કંઈ કર્યું નહીં.સિવિંગે 5-0ની સરસાઈ મેળવી અને પછી સેટ 11-3થી જીતી લીધો. સિવિંગને બીજા સેટમાં કોઈ સમસ્યાનો સામનો કરવો

પડ્યો ન હતો અને તેણે આસાનીથી, બીજો સેટ 11-2થી જીતીને ટાઈટલ જીતી લીધું હતું.

પુરુષ કેટેગરીમાં ભારતના અરમાન ભાટિયાએ એક સેટ નીચેથી કમબેક

કરીને, યુએસએના ડસ્ટિન બોયરને 8-11, 11-9, 11-8થી હરાવીને, ટાઇટલ જીત્યું હતું. ભાટિયાએ સારી શરૂઆત કરીને 3-0ની લીડ લીધી હતી, પરંતુ બોયરે ગેમ 6-3થી લીધી હતી અને

સેટ 11-8થી પોતાના નામે

કર્યો હતો.

પરંતુ ભાટિયાએ પોતાની રમતમાં સતત સુધારો કર્યો અને, બીજો

સેટ 11-9થી જીત્યો.જેના કારણે બોયરે

નિર્ણાયક સેટમાં 8-0ની અજેય સરસાઈ

મેળવી હતી, પરંતુ ભાટિયાએ સતત 11 પોઈન્ટ મેળવીને સેટ અને મેચ પોતાના નામે કરી લીધી હતી.

પિકલબોલ વર્લ્ડ રેન્કિંગ્સ (પીડબ્લ્યુઆર) દ્વારા માન્યતા

પ્રાપ્ત, અને આયોજિત ડિયુપીઆરઈન્ડિયા માસ્ટર્સ એ પીડબ્લ્યુઆર 700 ઈવેન્ટ છે.જેનો અર્થ છે કે

તે ખેલાડીઓને 700 રેન્કિંગ પોઈન્ટ

કમાવવામાં મદદ કરશે, જે 52 અઠવાડિયા માટે

માન્ય રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande