ટોચના ક્રમાંકિત જેનિક સિનરે, પેરિસ માસ્ટર્સ 2024માંથી પીછેહઠ કરી
પેરિસ, નવી દિલ્હી,30 ઓક્ટોબર (હિ.સ.) ટોચના ક્રમાંકિત જેનિક સિનરે, વાયરસને ટાંકીને પેરિસ માસ્ટર્સમાંથી પાછી ખેંચી લીધી છે. ઇટાલિયન ખેલાડી સિનરે મંગળવારે, આયોજકો દ્વારા મોકલવામાં આવેલા સંદેશમાં જણાવ્યું હતું કે,” તે આ અઠવાડિયે રમી શક
સામપ


પેરિસ, નવી દિલ્હી,30 ઓક્ટોબર (હિ.સ.) ટોચના ક્રમાંકિત

જેનિક સિનરે, વાયરસને ટાંકીને પેરિસ માસ્ટર્સમાંથી પાછી ખેંચી લીધી છે.

ઇટાલિયન ખેલાડી સિનરે મંગળવારે, આયોજકો દ્વારા મોકલવામાં

આવેલા સંદેશમાં જણાવ્યું હતું કે,” તે આ અઠવાડિયે રમી શકશે નહીં.”

હું અહીં ખૂબ જ

ઝડપથી તૈયારી કરવા આવ્યો હતો, પછી હું બીમાર પડ્યો હતો.મને અત્યારે એક

વાયરસ છે.જે આગામી બે-ત્રણ દિવસમાં સાજો થઈ જશે.તેથી શારીરિક

રીતે હું સ્પર્ધા કરવા માટે તૈયાર નથી. એમ સિનરે કહ્યું.

સિનર, સાત વખતના ચેમ્પિયન નોવાક જોકોવિચ પછી, વર્ષના અંતિમ

માસ્ટર્સ 1000 ઇવેન્ટમાંથી

બહાર નીકળનાર બીજો હાઇ-પ્રોફાઇલ ખેલાડી છે. સિનરે, આ મહિનાની શરૂઆતમાં શાંઘાઈ

માસ્ટર્સની ફાઇનલમાં જોકોવિચને સીધા સેટમાં હરાવીને, ઇટાલિયનને સિઝનનું તેનું

સાતમું ટાઇટલ અપાવ્યું હતું. એન્ડી મરેએ 2016માં, નવ ટાઈટલ જીત્યા, તે પહેલાં સિનર એક સિઝનમાં છથી વધુ

ટાઇટલ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande