બેલોન ડી'ઓર 2024: બોનામાટી એ સતત બીજી વખત શ્રેષ્ઠ મહિલા ખેલાડીનો એવોર્ડ જીત્યો
પેરિસ, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.). બાર્સેલોના અને સ્પેનની સ્ટાર એતાના બોનમાટીએ, સોમવારે સતત બીજી વાર મહિલા બેલોન ડી'ઓર જીત્યો, તેના ક્લબ બાર્સેલોનાને ઐતિહાસિક ખંડીય ખિતાબ તરફ દોરી ગઈ તથા તેના દેશ સાથે નેશન્સ લીગનો ખિતાબ પણ જીત્યો. 26 વર્ષીય બોનમ
બેલોન ડી'ઓર 2024 પુરષ્કાર સાથે બોનામાટી


પેરિસ, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.). બાર્સેલોના અને સ્પેનની સ્ટાર એતાના બોનમાટીએ, સોમવારે સતત બીજી વાર મહિલા બેલોન ડી'ઓર જીત્યો, તેના ક્લબ બાર્સેલોનાને ઐતિહાસિક ખંડીય ખિતાબ તરફ દોરી ગઈ તથા તેના દેશ સાથે નેશન્સ લીગનો ખિતાબ પણ જીત્યો. 26 વર્ષીય બોનમાટી, ટીમની સાથી એલેક્સિયા પુટેલાસ સાથે જોડાઈને, બે વખત બેલોન ડી'ઓર જીતનાર પ્રથમ મહિલા બની છે.

બોનમાટીએ એવોર્ડ મેળવ્યા બાદ કહ્યું, આ એકલા હાંસલ કરી શકાતું નથી, હું ખૂબ નસીબદાર છું કે મારી આસપાસ એવા ખેલાડીઓ છે જે મને દરરોજ વધુ સારી બનાવે છે. સ્ટાફ, ક્લબના કાર્યકરોનો આભાર, તમારા વિના, અમને આટલી સફળતા મળી ન હોત.

પહેલેથી જ મહિલા રમતમાં સર્વકાલીન મહાન ખેલાડીઓમાંની એક માનવામાં આવે છે, બોનમાટીએ 2023/24 સિઝનમાં બાર્સેલોનાના અનેક ટ્રોફીમાં વધારો કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાર્સેલોનાએ, છેલ્લી સિઝનમાં સ્પેનિશ લીગ, કોપા ડે લા રેના, સુપરકોપા ડી એસ્પેના અને સતત બીજી મહિલા ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી હતી.

બાર્સેલોનાએ, ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં લિયોનને 2-0થી હરાવી ચાર સિઝનમાં તેનું ત્રીજું ટાઇટલ જીત્યું. આ મેચમાં બોનામાટીએ ગોલ કર્યો અને પ્લેયર ઓફ ધ મેચ પ્રદર્શન કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande