જીનેવા, નવી દિલ્હી, 30 ઓક્ટોબર(હિ.સ.)
ઇન્ટરનેશનલ સ્કી એન્ડ સ્નોબોર્ડ ફેડરેશન (એફઆઈએસ) એ, 19 વર્ષીય ઇટાલિયન એથ્લેટ માટિલ્ડે લોરેન્ઝીના મૃત્યુ પર શોક
વ્યક્ત કર્યો છે.જેનું પ્રશિક્ષણ દરમિયાન ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ થયું
હતું.
અમે મટિલ્ડે
લોરેન્ઝીના નિધનથી ખૂબ જ દુઃખી છીએ. એફઆઈએસ, પ્રમુખ ફ્લાવિયો રોડા અને કોચ, એથ્લેટ્સ, ટીમના ખેલાડીઓ, ફેડરલ કાઉન્સિલ
અને તમામ એફઆઈએસઆઈનાસ્ટાફ સહિત સમગ્ર ઇટાલિયન વિન્ટર સ્પોર્ટ્સ સમુદાય સાથે શોકાકુલ
છીએ. એફઆઈએસ એ,આવું મંગળવારે
શોકમાં સામેલ એક નિવેદનમાં જણાવ્યું હતું.
લોરેન્ઝી સોમવારે ઇટલીના ટાયરોલમાં, શ્નાલ્સ્ટલ ગ્લેશિયરની
હાર્ડ પીસ્ટ પર પડી હતી.તેણીને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં
આવી હતી, પરંતુ ગંભીર
ઇજાઓને કારણે તે બચી ન હતી અને એક દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.
લોરેન્ઝી ઈટલીની ઉભરતી પ્રતિભાઓમાંની એક હતી.જે ફેબ્રુઆરીમાં
ફ્રાન્સમાં એફઆઈએસ જુનિયર, વર્લ્ડ સ્કી ચેમ્પિયનશિપમાં ડાઉનહિલમાં છઠ્ઠા અને
સુપર-જીમાં આઠમા ક્રમે રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ