આજ થી બરડા જંગલ સફારીનો  ભવ્ય પ્રારંભ.
પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના બરડા ડુંગર સિંહની ત્રાડથી ગુંજી ઉઠશે આજે ધનતેરસના પવિત્ર દીવસથી બરડા જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવતા પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રેની ઉંચાઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આજે વન અને પર્યા
Grand start of Barda Jungle Safari from today


Grand start of Barda Jungle Safari from today


Grand start of Barda Jungle Safari from today


Grand start of Barda Jungle Safari from today


Grand start of Barda Jungle Safari from today


પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના બરડા ડુંગર સિંહની ત્રાડથી ગુંજી ઉઠશે આજે ધનતેરસના પવિત્ર દીવસથી બરડા જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવતા પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને પ્રવાસન ક્ષેત્રેની ઉંચાઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આજે વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા સહિતના મહાનુભાવોના હસ્તે બરડા જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પદાધિકારીઓ અને અધિકારીઓએ બરડા જંગલ સફારીની સફર પણ કરી હતી આજે બરડા જંગલ સફારીના લોકાપર્ણ પ્રસંગે માલધારી સમાજના લોકો ઉંટા સાથે આવ્યા હતા અને મહાનુભાવોનુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની પણ ઉપસ્થિતી જોવા મળી હતી બરડા જંગલ સફારીનો આ પ્રથમ ફેઝ આગામી દીવસોમા હજુ પણ અનેક સુવિદ્યામાં વધારો કરવામાં આવશે ઉપસ્થિત વન અને પર્યાવરણ મંત્રી મૂરૂભાઇ બેરા એ લોકાપર્ણ પ્રસંગે જણાવ્યુ હતુ.કે બરડા જંગલ સફારીના પ્રારંભથી પ્રવાસને મોટો ફાયદો થશે અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ પણ આ પ્રસંગ એવુ જણાવ્યુ હતુ કે બરડા જંગલ સફારીના પ્રારંભથી પોરબંદર અને દેવભૂમિ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે મોટો ફાયદો થશે દ્રારકા- સોમનાથ વચ્ચે આવેલા પોરબંદરનો હજુપણ વિકાસ કરવામાં આવશે આજથી બરડા જંગલ સફારીનો પ્રારંભ થતાં દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામા પ્રવાસીઓ તેમનો લાભ લેશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande