દિવાળીના તહેવારને લઈને પોરબંદર પોલીસ એક્શનમાં.
પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના તહેવાર નિમિતે પોરબંદર પોલીસ એક્શન મોડમાં આવી છે. જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જાતે મુખ્ય બજારમા તથા મુખ્ય માર્ગ પર ફુટ પટ્રોલીંગ તથા વાહન ચેકીંગ દરમિયાન ઉપસ્થિતિ રહ્યાં હતા. દિવાળીના તહેવાર દરમિયાન પોરબંદર
Porbandar police in action regarding Diwali festival.


Porbandar police in action regarding Diwali festival.


Porbandar police in action regarding Diwali festival.


Porbandar police in action regarding Diwali festival.


પોરબંદર, 30 ઓક્ટોબર (હિ.સ.) દિવાળીના તહેવાર નિમિતે પોરબંદર પોલીસ એક્શન મોડમાં આવી છે. જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જાતે મુખ્ય બજારમા તથા મુખ્ય માર્ગ પર ફુટ પટ્રોલીંગ તથા વાહન ચેકીંગ દરમિયાન ઉપસ્થિતિ રહ્યાં હતા. દિવાળીના તહેવાર દરમિયાન પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સ્થિતી જળવાઈ અને લોકો શાંતિપુર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે જિલ્લાભરમાં પોરબંદર પોલીસ તમામ પેટ્રોલીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની આગેવાનીમાં સપ્ટેમ્બર માસ 2024 ની ક્રાઈમ કોન્ફરન્સ પોલીસ અધિક્ષક કચેરી Conference Room ખાતે Dy. SP શહેર, ગ્રામ્ય તથા મુખ્યમથક તથા જીલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા બ્રાન્ચના અધિકારીઓ સાથે આયોજીત ક્રાઈમ કોન્ફરન્સમાં જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાઓ દ્રારા આવનાર દિવાળી તહેવાર અનુસંધાને જરૂરી સુચના અને માર્ગદર્શન અન્વયે ગઇકાલ જીલ્લા પોલીસ વડાની આગેવાનીમાં DY.SP પોરબંદર શહેર તથા પો.ઈન્સ. કમલાબાગ પો.સ્ટે.નાઓ સાથે કમલાબાગ પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ તથા પોલીસ વડાની આગેવાનીમાં કીર્તિમંદીર પો.સ્ટે. વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ. આમ, આગામી તા.31/10/2024 ના રોજ દિવાળીના તહેવારની ઉજવણી થનાર હોય અને દિવાળીના તહેવાર દરમ્યાન પોરબંદર જીલ્લામાં કોઈ ચોરી, લુંટ ન બને તેની તકેદારીના ભાગરૂપે તથા પોરબંદર શહેરમાં કોઇ ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તે સબબ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે. પોરબંદરમાં શનિવાર યોજાયેલ ફુટ પટ્રોલીંગમાં જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી ઋતુ રાબા, એલસીબી પીઆઈ કાંબરીયા તથા સ્ટાફ જોડાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande