રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓ દ્વારા એકતા શપથ 
ગોધરા, 30 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા દેશની એકતા અને અખંડિતતા કાજે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયં
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા-૩


રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા-૨


રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા-૧


ગોધરા, 30 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા દેશની એકતા અને અખંડિતતા કાજે પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે તા.૩૧ ઓકટોબરના દિવસને પ્રતિ વર્ષ “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યાં હતાં.

જે અન્વયે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષકુમારની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના અધિકારી તથા કર્મચારીઓએ એકતા શપથ લીધા હતા.તે ઉપરાંત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ જેવી કે, જિલ્લા પંચાયત કચેરી, મામલતદારની કચેરીઓ, જિલ્લા આયોજન અધિકારીની કચેરી, નગર નિયોજન કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, નગરપાલિકાની કચેરીઓ, વાસ્મો કચેરી ગોધરા, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કનેલાવ, આઇ.ટી.આઇ ગોધરા, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પંચમહાલ, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, કાર્યપાલક ઈજનેર ની કચેરી, પાનમ સિંચાઇ વિભાગની કચેરી સહિતની જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકતા શપથ લેવામાં આવ્યા હતાં.

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande