અક્ષરધામ, ગાંધીનગર ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી - દીવડાઓનો અલૌકિક ઉત્સવ
ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત 32 વર્ષથી પરંપરાગત શૈલીથી 10,000 દીવડાઓ પ્રગટાવી મનાવે છે. અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર, સંયમ, સત્ય, દયા, અહિંસા, અસ્તેય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા અગણિત દીવડાઓ
અક્ષરધામ ગાંધીનગર


અક્ષરધામ ગાંધીનગર


ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : સ્વામિનારાયણ અક્ષરધામ આ ઉત્સવ સતત 32 વર્ષથી પરંપરાગત શૈલીથી 10,000 દીવડાઓ પ્રગટાવી મનાવે છે.

અક્ષરધામ પ્રત્યેક મનુષ્યને જીવનમાં સદાચાર, સંયમ, સત્ય, દયા, અહિંસા, અસ્તેય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેવા અગણિત દીવડાઓ પ્રગટાવી જીવનને દિવ્ય બનાવવાનો સંદેશ આપી રહ્યું છે.

આ વર્ષે પણ દીપાવલીના આ પર્વે દર્શનાર્થીઓ ગુરૂવાર, તા. 31/10/24 થી શુક્રવાર, તા. 08/11/24 સુધી દરરોજ સાંજે 6.00 થી 7.45 દરમિયાન નયનરમ્ય દીવડાઓ તેમજ ગ્લો ગાર્ડનથી આલોકિત અક્ષરધામ દર્શનનો આસ્વાદ માણી શકશે. સોમવાર, તા. 04/11/24ના રોજ પ્રદર્શન ખંડો, વોટર શો સહિત અક્ષરધામના તમામ આકર્ષણો ખુલ્લાં રહેશે.

દીપાવલી પર્વે અક્ષરધામ પરિસરમાં હજારો દીવડા પ્રગટશે અને તેનો સુંદર નજારો માણવા હજારો લોકો ઊમટશે ત્યારે સાથે સાથે નીલકંઠવર્ણીની આ ભવ્ય મૂર્તિ અને શ્રી નીલકંઠવાટિકાના સુંદર દૃશ્યને પણ માણી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande