પાટણ, 30 ઓક્ટોબર (હિ.સ.) 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રતીક ગણાતા લોખંડી પુરુષ સરદાર પટેલને શ્રદ્ધાંજલિરૂપે આ ઉજવણી રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કરવામાં આવે છે. પાટણ જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ હતી, જેમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલની અધ્યક્ષતામાં અધિકારીઓ અને કર્મચારીઓએ એકતા માટે શપથ લીધી. સરદાર પટેલના આદર્શોને જીવંત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આઝાદી બાદ દેશના રજવાડાઓને એકતાના માળામાં બાંધી અખંડ ભારતના નિર્માણમાં સરદાર પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. 500 થી વધુ રજવાડાઓને ભારતમાં જોડવામાં તેમની કાર્યશૈલી અને સાહસ યાદ કરી આજે તેમનું સ્મરણ કરવામાં આવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર